Aapnu Gujarat
મનોરંજન

‘રાધે’ છવાઇ, ફેન્સે ગણાવી બ્લોકબસ્ટર

બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની ફિલ્મ રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ રીલિઝ થઇ ગઇ છે. રીલિઝની સાથે જ ફિલ્મ રાધે છવાઇ છે અને ફેન્સ તેને પસંદ કરી રહ્યાં છે. ફિલ્મ ડિજિટલ પે પર રીલિઝ દ્વારા રીલિઝ કરાઇ છે. ભારત સિવાય કેટલાક દેશોમાં થિયેટરમાં રીલિઝ કરાશે.
પ્રભુ દેવાએ ડાયરેક્ટ કરેલી આ ફિલ્મમાં દિશા પટાની, રણદીપ હુડ્ડા અને જેકી શ્રોફ પણ મહત્વની ભૂમિકામાં છે.સલમાન ખાને જણાવ્યું હતું કે, ફિલ્મ રાધે તેની અન્ય ફિલ્મ્સ કરતાં અલગ છે.
સોશિયલ મીડિયામાં આવી રહેલી પ્રતિક્રિયાઓ દ્વારા સમજી શકાય છે કે, ફેન્સ આ વાતથી ઘણા સહમત છે. આ ફિલ્મને ફેન્સ બ્લોકબસ્ટર ગણાવી રહ્યાં છે. સલમાન ખાનની આ ફિલ્મમાં એક્શન, ડ્રામા અને મ્યૂઝિકનો ડોઝ છે. યુએઇમાં ફર્સ્ટ ગ્લોબલ પ્રીમિયર પર સલમાન ખાનની ફિલ્મને જબરદસ્ક રિસ્પોન્સ મળ્યો છે. યુઝર્સ તેને બ્લોકબસ્ટર ગણાવી રહ્યાં છે.
ફિલ્મની લેંથ, મજબૂત પ્લોટ અને પરફેક્ટ કોમિક ટાઇમિંગની દ્રષ્ટિએ આ સલમાન ખાનની બેસ્ટ ફિલ્મ્સમાંથી એક છે.શાનદાર અભિનયના વખાણ કરતાં એક ફેન્સે લખ્યું કે, રાધેનું એક શબ્દમાં રિવ્યૂ આપીએ તો બ્લોકબસ્ટર. એક બીજા ફેન્સે કહ્યું કે, રાધે સારા ડાયલોગ સાથે એક્શનથી ભરપૂર એન્ટરટેઇનર.. સલમાન ખાન શાનદાર, રણદીપ હુડ્ડા પ્રભાવશાળી.. સુપર એન્ટરટેઇનર.એક યુઝરે લખ્યું કે, ફર્સ્ટ હાફમાં જ શર્ટલેસ સીન, સ્મોક ફાઇટ, ધમાકેદાર ડાયલોગ્સ, કોમેડી સીન અને એક્શનથી ભરપૂર ઇન્ટરવલ બ્લોક. સેકેન્ડ હાફમાં ભરપૂર એક્શન, ફાસ્ટ પેસ્ડ સ્ક્રીનપ્લે અને સુપર સસ્પેન્સ.

Related posts

पापा अभिनेत्रियों के सामने जोर से डांटते हैं : वरुण धवन

aapnugujarat

No needs a King to become a Queen : PC

aapnugujarat

ऐक्शन से भरपूर है रितिक-टाइगर की ‘वार’ का टीजर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1