Aapnu Gujarat
રાષ્ટ્રીય

સુનંદા કેસ : ત્રણ દિવસમાં સ્ટેટસ રિપોર્ટ માટે દિલ્હી હાઈકોર્ટનો આદેશ

દિલ્હી હાઈકોર્ટે સુનંદા પુષ્કર હત્યા કેસમાં તપાસના સ્ટેટસ અંગે અહેવાલ આપવા ત્રણ દિવસની મહેતલ દિલ્હી પોલીસને આપવામાં આવી છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે, કોર્ટે આદેશ કર્યો છે કે, અહેવાલ અરજીદાર નેતાને પણ આપવામાં આવે તે જરૂરી છે. દિલ્હી હાઈકોર્ટે ત્યારબાદ આ કેસમાં સુનાવણી પહેલી ઓગસ્ટના દિવસે હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. પત્રકારો સાથે વાતચીત કરતા સુબ્રમણ્યમ સ્વામીએ આજે આ મુજબની માહિતી આપી હતી. સીબીઆઈના નેતૃત્વમાં ચાલી રહેલી તપાસના મામલામાં સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરુરના પત્નિ સુનંદાના મોતના મામલામાં સંજોગો તરફ દોરી જનાર સીબીઆઈ તપાસમાં અહેવાલની માંગ કરવામાં આવી હતી. સ્વામીએ દિલ્હી હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી છઠ્ઠી જુલાઈના દિવસે દાખલ કરી હતી જેમાં સુનંદાના મોતના મામલામાં કોર્ટ દ્વારા દેખરેખ હેઠળ તપાસ અહેવાલની માંગ કરાઈ હતી. તમામ લોકોને માહિતી છે કે, સુનંદા ૧૭મી જાન્યુઆરી ૨૦૧૪ના દિવસે દક્ષિણ દિલ્હીમાં ફાઈવ સ્ટાર હોટલના એક રુમમાં મૃત હાલતમાં મળી આવી હતી. ત્યારબાદથી આ મામલામાં તપાસ ચાલી રહી છે. ઘણા રહસ્યો હજુ અકબંધ રહ્યા છે. સુનંદાના મામલામાં શશી થરુરની પણ પુછપરછ કરવામાં આવી ચુકી છે. સુનંદા પુષ્કર મામલામાં ચાલી રહેલી તપાસમાં દિલ્હી હાઈકોર્ટે હવે ત્રણ દિવસમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા માટે દિલ્હી પોલીસને આદેશ કરી દીધો છે. સુનંદા મામલામાં ઉંડી તપાસનો દોર યથાવતરીતે જારી રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. હવે દિલ્હી પોલીસને કેટલાક અહેવાલ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે.

Related posts

૮૨૭ પોર્ન સાઈટ બંધ કરાતાં ચાહકોમાં આક્રોશ

aapnugujarat

ભાજપ ૨૦૧૯ની જેમ સરળતાથી નહીં જીતે : થરૂર

aapnugujarat

બદ્રીનાથ અને કેદારનાથમાં શરૂ થયા VIP દર્શન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1