Aapnu Gujarat
મનોરંજન

પાયલ રોહતગીએ રડતાં રડતાં પૂછ્યું, ‘મોદીજી, તમને શરમ નથી આવતી?’

તાજેતરમાં કંગના રનૌતનું ટિ્‌વટર અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. કંગનાએ બંગાળ ચૂંટણી અંગે વિવાદાસ્પદ પોસ્ટ શૅર કરી હતી. કંગનાનું અકાઉન્ટ સસ્પેન્ડ થતાં ઘણાં સેલેબ્સ ખુશ થયા છે તો ઘણાં દુઃખી થયા છે. બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગી ઘણી જ નારાજ છે. તેણે વડાપ્રધાન મોદી તથા ગૃહમંત્રી અમિત શાહને ખરું-ખોટું સંભળાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ટિ્‌વટરે પાયલનું પણ અકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું હતું.
પાયલે સો.મીડિયાાં એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં પાયલે પ.બંગાળમાં થયેલી હિંસા પર નારાજગી વ્યક્ત કરી છે. તેણે કહ્યું હતું, ’બંગાળમાં થયેલી હિંસાને જોઈને હું મારી જાતને ઘણાં સમયથી અસહાય માની રહી છું. હું મારી જાતને સ્ટ્રોંગ રાખવાનો પ્રયાસ કરું છું. કારણ કે જો મેં મારી જાતને સ્ટ્રોંગ ના રાખી તો બહુ જ ખોટી બાબતો થશે. તમે લોકોએ મારી સ્ટ્રોંગ સાઈડ જોઈ છે, પરંતુ હવે હું મારી જાતને લાચાર સમજું છું.’
વધુમાં પાયલે કહ્યું હતું, ’તમને જે સપોર્ટ કરે છે, તેની સાથે કેમ આમ થાય છે? લોકો તમારો ફોટો લગાવી લગાવીને ડૉક્ટર બની જાય છે. પેશન્ટ્‌સને ગેરમાર્ગે દોરે છે, કોઈ કંઈ જ બોલતું નથી. મોદીજી આ સારું નથી. તમને સપોર્ટ ના કરીએ અમે? તમને તો ત્યાંના લોકોએ પણ સપોર્ટ કર્યો હતો ને? બે-ત્રણ લોકોના વોટથી તો તમે સત્તામાં આવ્યા નથી. સરકાર શું કરી રહી છે. મોદીજી તમે તો આપણાં દેશના વડાપ્રધાન છો ને? અમિત શાહ તમે તો દેશના ગૃહમંત્રી છો ને? પછી તેની સાથે કેમ ખોટું થઈ રહ્યું છે, જે તમને સપોર્ટ કરે છે. તમે સત્તામાં નથી આવ્યા, મમતા બેનર્જીને સત્તા મળી છે, પરંતુ જે લોકોએ તમારું સમર્થન કર્યું, તે લોકોનો શું વાંક છે? તમને બહુ બધા લોકોએ વોટ આપ્યો છે. તમે લોકતંત્રથી સેન્ટરમાં આવ્યા છો ને? તે લોકો તમને પણ વોટ આપશે, પરંતુ ટાર્ગેટ અમને કરશે. અમને નફરત કરશે. તમને જે ઠીક લાગે તે તમે કરો.’
પાયલ આટલે જ અટકી નહોતી, તેણે વીડિયોમાં રડતાં રડતાં સવાલ કર્યો હતો, ’મોદીજી તમને શરમ નથી આવતી?’
પાયલે કહ્યું હતું, ’કંગનાનું અકાઉન્ટ કેમ હટાવવામાં આવ્યું. તેણે તો કંઈ ખોટું લખ્યું નહોતું. અમે સત્તામાં નથી, પરંતુ જે લોકો સત્તામાં છે, તે કેમ ચૂપ છે. મમતા બેનર્જી તમે ચૂંટણી જીતી ગયા. તમારી સામે હિંસાના આ સમાચારો તથા તસવીરો નથી આવતી. શું પ્રશાંત કિશોરે તમને આ અંગેની માહિતી નથી આપી. બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લદાવવું જોઈએ.

Related posts

सेंसिटिव लोगों को बॉलिवुड में नहीं आना चाहिए : सोहा

aapnugujarat

અનુષ્કા શર્માએ આપ્યા ગુડ ન્યુઝ

editor

आलिया भट्ट ने रणबीर कपूर से कहा आई लव यू : रिपोर्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1