Aapnu Gujarat
Uncategorized

કોરોના મુક્ત ગામ બને તે દિશામાં ગ્રામજનો સહિયારો પ્રયાસ કરે-જિલ્લા વિકાસ અધિકારી

મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત ઇ-ગ્રામ દ્વારા જિલ્લાના તમામ ગામોના કર્મચારીઓ અને પદાધિકારીઓને સંબોધન કરી માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે નાગિરીકોના સહિયારા પ્રયાસથી ગામને કોરોના મુક્ત ગામ બનાવવાનુ છે. જિલ્લા વિકાસ અધિકારીએ ઉમેર્યુ હતું કે ગામમાં સાવચેતી અને સાવધાની વર્તવી જરૂરી છે. ગામમાં કોરોના સંક્રમણ ન ફેલાય તેની જવાબદારી ગામની છે.રાજ્ય સરકાર દ્વારા શરૂ કરેલ 1 મે થી 15 મે દરમિયાન મારૂ ગામ કોરોના મુક્ત અભિયાન શરૂ કરેલ છે જે અભિયાનની મહેસાણા જિલ્લો આગેવાની લે તે માટે સૌ ગ્રામજનોને ડીડીઓ દ્વારા અનુંરોધ કરાયો હતો.

  જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ જણાવ્યું હતુ કે ગ્રામ્ય કક્ષાએ વધુમાં વધુ ટેસ્ટીંગ,ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટ થાય તે આપણે સૌએ જોવાનું છે.ગામમાં સ્વૈચ્છિક સંસ્થાઓ કે પ્રજાજનોના સહકારથી આઇસોલેશન વોર્ડ ઉભા કરવા અપીલ કરી હતી.જે માટે માર્ગદર્શ આપતાં જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે આઇસોલેશ વોર્ડમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલ્બધ હોવી  જરૂરી છે.આ પ્રકારના કોવિડ કેર સેન્ટરમાં 02 થી 20 પથારીઓની સુવિધા કરવા પણ અપીલ કરી હતી

  મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીની અપીલને પગલે મહેસાણા જિલ્લાના 610 ગામોમાં 608 કોવિડ સેન્ટરમાં 2919 પથારીઓની સુવિધા કરી છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારના કોવિડ સેન્ટરોમાં 108 દર્દીઓ સારવાર પણ મેળવી રહ્યા છે. આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં અન્ય 07 કોવિડ સેન્ટરો ગીતાંજલી હોસ્ટેલ ખેરવા,જી.આઇ.ડી.સી હોલ મોઢેરા,સરકારી આર્યુવેદિક હોસ્પિલ ખેરવા,મઘના છાત્રાલય નાની કડી,કુમાર સરકારી છાત્રાલય કમાણા રોડ વિસનગર,મર્ચન્ટ ટ્રસ્ટ આર્યુવેદિક હોસ્પિટલ બાસણા,ઉમિયા યાત્રી ભવન ઉંઝા ખાતે શરૂ થયેલ કોવિડ સેન્ટરાં 300 પથારીઓ ઉભી કરાઇ છે.

જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે ગામમાં ઉભા થયેલ કોવિડ કેર સેન્ટરમાં સ્ત્રી પૂરૂષ માટે અલગ બેડ,પીવાના પાણી,અલગ શૌચાલય સહિત ચા નાસ્તો અને જમવાની ખાસ વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું.દર્દીઓની તાવ  અને ઓક્સિજનની માપણી માટે ઓક્ટોમીટર અને થર્મલ ગનનો ઉપયોગ કરવા પણ જણાવ્યું હતું

  જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ ઉમેર્યું હતું કે સરકારની માર્ગદર્શિકા મુજબ દરેક અધિકારી અને પદાધિકારીએ તેની ફરજનું પાલન કરવા અપીલ કરી હતી.મારૂ ગામ કોરોના મુક્ત ગામ  અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય રમણભાઇ પટેલ,જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિષ્ણુંભાઇ પટેલ જોડાઇ ગામાન કર્મચારીઓ અને પદાધિકારીઓને માર્ગદર્શન કર્યું હતું.

મહેસાણા જિલ્લાના તમામ ગામના સરપંચશ્રીઓ,ઉપસરપંચશ્રીઓ,તલાટી કમ મંત્રીશ્રીઓ,આંગણવાડી તથા આશા વર્કર બહેનશ્રીઓ,શાળાના આચાર્યશ્રીઓ,ફિમેલ હેલ્થ વર્કર અને મેલ હેલ્થ વર્કર ઇ-માધ્યમથી જોડાયા હતા

Related posts

સિંહ મોત પ્રકરણ : ઉચ્ચસ્તરીય કેન્દ્રીય ટુકડી પણ પહોંચી

aapnugujarat

अमेरिका में भारतीय नागरिक गिरफ्तार

editor

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ૧૦મીએ અમદાવાદ આવશે

editor

Leave a Comment

UA-96247877-1