Aapnu Gujarat
રાષ્ટ્રીય

કર્ણાટકમાં ઑક્સિજન ના મળવાના કારણે ૨૪ દર્દીઓના મોત

દેશમાં ઑક્સિજનની તંગીના કારણે મોતનો કહેર થંભવાનું નામ નથી લઈ રહ્યો. હવે કર્ણાટકમાં ઑક્સિજન ના મળવાના કારણે ૨૪ દર્દીઓના મોત થઈ ગયા છે. અહીં એક હૉસ્પિટલમાં ઑક્સિજનના અભાવે ૨૪ દર્દીઓના મોત થયા હોવાના સમાચાર છે. આ ઘટના કાલે રાત્રે બની હતી. ઘટના બાદ મૈસૂરથી ચામરાજનગર માટે અઢી સો ઑક્સિજનના સીલેન્ડર મોકલવામાં આવ્યા.
ઉલ્લેખનીય છે કે ચામરાજનગર હૉસ્પિટલને બેલ્લારીથી ઑક્સિજન મળવાનું હતુ, પરંતુ ઑક્સિજન આવવામાં મોડું થઈ ગયું, જેનાથી આટલી મોટી દુર્ઘટના બની. કહેવામાં આવી રહ્યું છે કે જીવ ગુમાવનારા મોટાભાગના દર્દીઓ વેન્ટિલેટર પર હતા. ઑક્સિજન સપ્લાય ખત્મ થયા બાદ તેઓ તડપવા લાગ્યા અને મોત થઈ ગયું. પરિવારની રડી-રડીને હાલત ખરાબ થઈ ગઈ છે.
આ પહેલા કાલાબુર્ગીના કેબીએન હૉસ્પિટલમાં ઑક્સિજનના અભાવે ચાર દર્દીઓના મોત થઈ ગયા હતા. આ જ દિવસે યદગિર સરકારી હૉસ્પિટલમાં લાઇટ કટ થઈ જવાથી વેન્ટિલેટર પર રહેલા એક દર્દીઓનું મોત થઈ ગયું હતુ. છેલ્લા એક અઠવાડિયામાં કર્ણાટકની અનેક હૉસ્પિટલોમાં અનેક લોકોના મોત ઑક્સિજનના અભાવે થયા છે. અત્યારે કર્ણાટકમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૧૬ લાખ પાર થઈ ગઈ છે. રવિવારના ૩૭ હજારથી વધારે નવા કેસ સામે આવ્યા અને ૨૧૭ કોરોના દર્દીઓના મોત થયા. કોરોના સંક્રમિતોએ બેડ અને ઑક્સિજનની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પહેલા દિલ્હીની બત્રા હૉસ્પિટલમાં ઑક્સિજનના અભાવે ૮ દર્દીઓના મોત થયા હતા.

Related posts

जम्मू-कश्मीर और लद्दाख में भारी बर्फबारी-बारिश की चेतावनी

editor

एयर इंडिया विमान खरीद सौदे को लेकर ED ने पी चिदंबरम से की पूछताछ

aapnugujarat

દિલ્હીની અર્પિત પેલેસ હોટલમાં આગ : ૧૮નાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1