Aapnu Gujarat
રાષ્ટ્રીય

લોકડાઉન પર વિચાર કરે કેન્દ્ર સરકાર : સુપ્રીમ

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરને કાબૂમાં કરવા માટે સુપ્રીમ કૉર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને લોકડાઉન પર વિચાર કરવા માટે કહ્યું છે. સુપ્રીમ કૉર્ટે સરકારોને કહ્યું છે કે તેઓ લોકહિતમાં બીજી લહેરના વાયરસ પર અંકુશ લગાવવા માટે લોકડાઉન લગાવવા પર વિચાર કરી શકે છે. સુપ્રીમ કૉર્ટે એ પણ કહ્યું કે, લોકડાઉન લગાવવાથી પહેલા સરકાર એ પણ ખાતરી કરે કે આનો સામાજિક અને આર્થિક પ્રભાવ ઓછો પડે.
કૉર્ટ પ્રમાણે જે લોકો પર લોકડાઉનની અસર પડી શકે છે, તેમના માટે ખાસ વ્યવસ્થા કરે. કોરોના વાયરસની બીજી લહેરમાં સ્થિતિને ગંભીર થતા જોઇને સુપ્રીમ કૉર્ટે ખુદ જ મામલાને ધ્યાને લેતા કહ્યું છે કે જો કોઈ દર્દી પાસે કોઈ રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશના સ્થાનિક રેસિડેન્સિયલ પ્રૂફ અથવા આઇડી પ્રૂફ નથી તો પણ તેને હૉસ્પિટલમાં ભરતી કરવા અને જરૂરી દવાઓ આપવાની ના ન કહી શકાય. આ પહેલા કોરોનાને લઇને સુપ્રીમ કૉર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો કે દિલ્હીમાં ઑક્સિજનનો પૂરવઠો ૩ મેના મધ્યરાત્રિ અથવા તેના પહેલા ઠીક કરી લેવામાં આવશે.
સાથે જ કૉર્ટે કહ્યું છે કે, ઑક્સિજનની સપ્લાય વ્યવસ્થા રાજ્યો સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ તૈયાર કરો. ઇમરજન્સી વ્યવસ્થા માટે ઑક્સિજનનો સ્ટોક અને ઇમરજન્સી ઑક્સિજન પૂરું પાડવાની જગ્યાને વેકેન્દ્રીત કરો. સુપ્રીમ કૉર્ટે કેન્દ્ર અને રાજ્ય પોલીસ કમિશનરોને નિર્દેશ આપ્યો છે કે સોશિયલ મીડિયામાં કોઈની જાણકારી પર કાર્યવાહી કરી તો અદાલત કાર્યવાહી કરશે. સાથે જ સુપ્રીમ કૉર્ટે કહ્યું હતુ કે, ૨ અઠવાડિયાની અંદર કેન્દ્રને હૉસ્પિટલોમાં પ્રવેશ પર રાષ્ટ્રીય નીતિ બનાવવા અને રાજ્યો દ્વારા આનું પાલન કરાવવામાં આવે.
જ્યાં સુધી આ નીતિ તૈયાર ના થા રહેઠાણના પુરાવાના અભાવમાં કોઈ પણ દર્દીને હૉસ્પિટલમાં ભરતી કરવા અથવા જરૂરી દવાઓથી વંચિત ના કરવો જોઇએ. સુપ્રીમ કૉર્ટે વેક્સિનની કિંમત નક્કી કરવા, ઉપલબ્ધતા, ઑક્સિજન અને જરૂરી દવાઓની વ્યવસ્થા પર ફરીથી વિચાર કરવો જોઇએ.

Related posts

हम देश के नहीं भाजपा के दुश्मन जो लोगों को बांटने की राजनीति कर रही : फारुख अब्दुल्ला

editor

અયોધ્યા કેસમાં મુસ્લિમોની અપીલ પર ૨૮મીએ ચુકાદો

aapnugujarat

જયલલિતા મોત : મુખ્યમંત્રી, રાવ, તબીબો સામે સમન્સની માંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1