Aapnu Gujarat
બ્લોગ

૬૦ વર્ષમાં કોંગ્રેસે કરેલાં કામોની આછેરી ઝલક

૨૬ જાન્યુઆરી ૧૯૫૦ :- આઝાદ દેશે બંધારણ અપનાવ્યું. ‘ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એકટ’નું નામ આજે કદાચ સાવ અજાણ્યું લાગે. પણ ૧૯૫૦ની ૨૫મી જાન્યુઆરીની મધરાત સુધી ભારતમાં બંધારણના સ્થાને આ કાયદો લાગુ હતો. ૧૯૩૫માં અપનાવેલ એ એક્ટને ભારતે ૧૯૫૦માં તિલાંજલી આપી બંધારણ અપનાવ્યું અને આઝાદ દેશની સત્તા દેશના નાગરિકોને આપી.
જાન્યુઆરી ૧૯૫૨ઃ- પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલની શરૂઆત કરી.
ઓગષ્ટ ૧૯૫૬ઃ પ્રથમ પરમાણુ રિએક્ટરની સ્થાપના એ સમયે ભારત ઉપરાંત એશિયાનું પણ એ પ્રથમ પરમાણુ રિએક્ટર સ્ટેશન હતું.
સપ્ટેમ્બર ૧૯૫૯ :- દુરદર્શનની શરૂઆત
મે ૧૯૬૦ઃ- એટલાન્ટિક પાર પ્રથમ ઇન્ડિયન વિમાની શરૂઆત
માર્ચ ૧૯૬૧ઃ- પ્રથમ વિમાન વાહક જહાજ બનાવ્યું.
૧૯૯૭માં આપણે જેને નિવૃત કરી દીધું એ ‘આઈએનએસ વિક્રાંત’ દેશનું પ્રથમ વિમાન વાહક જહાજ હતું. ૧૯૭૧ના યુદ્ધમાં બંગાળના અખાતમાં રહેલા વિક્રાંત જહાજનો શિકાર કરવા પાકિસ્તાની સબમરીન ગાઝી નીકળી હતી પણ વિક્રાંતે આ ગાઝીને જ દરિયામાં છેક તળિયે પહોંચાડી દીધી હતી. ૧૯૭૧નું યુદ્ધ આપણે આ વિક્રાંત જહાજને લીધે જ જીત્યાં હતા.
૨૦ ડિસેમ્બર ૧૯૬૧ :- દીવ-દમણ-ગોવાની મુક્તિ
૪૫૦ વર્ષથી ડેરો જમાવી બેઠેલા પોર્ટુગીઝોના કબજામાંથી ‘ઓપરેશન વિજય’ નામથી સશસ્ત્ર કાર્યવાહી કરી મુક્તિ અપાવી અને ભારતનો અવિભાજ્ય અંગ બનાવ્યો.
૧૯૬૩ઃ- દેશનો સૌથી મોટો ડેમ બનાવ્યો
સતલજ નદી પર હિમાચલ પ્રદેશમાં ભાખરા ડેમ બન્યો અને એની ૧૩ કિમી દુર બીજો નાંગલ ડેમ બન્યો. એ પ્રોજેક્ટ સંયુક્ત રીતે ભાખરા-નાંગલ તરીકે ઓળખાય,જેની આધારશિલા નહેરુએ રાખેલ.
૧૯૬૫ઃ- પાકિસ્તાનને પાઠ ભણાવ્યો.
૧૯૬૭ઃ- હરિત ક્રાંતિ
હરિત ક્રાંતિને લીધે એક સમયે અનાજની આયાત કરતો ભારત ૨૦૧૬નાં છેલ્લાં આંક પ્રમાણે ૨૭.૩ કરોડ ટન અનાજ પેદા કરતો થયો.
માર્ચ ૧૯૬૯ઃ- રાજધાની નામે રેલ્વે ક્રાંતિ
ભારતના પાટનગર સાથે રાજ્યના પાટનગરને જોડતી સૌથી ઝડપી રેલ સેવા રાજધાની એક્સપ્રેસ નામથી શરૂ કરી.
૧૯૬૯ઃ- બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું.
૧૯૭૦ઃ- દુનિયાનો સૌથી મોટો ડેરી પ્રોગ્રામ શરુ કર્યો.
‘નેશનલ ડેરી બોર્ડ’ દ્વારા ‘ઓપરેશન ફલડ’ નામે ડેરી સુધારણાની શરૂઆત કરવામાં આવી. એ પછી સ્થિતિ એવી થઈ કે ૧૯૯૮માં ભારત અમેરિકાને પણ પાછળ રાખીને દુનિયાનું સૌથી મોટું દૂધ ઉત્પાદક રાષ્ટ્ર બન્યું. ૨૦૧૫-૧૬ન છેલ્લા આંકડા પ્રમાણે ભારતે ૧૫.૫૫ કરોડ ટન દૂધનું ઉત્પાદન કર્યું.
ડિસેમ્બર ૧૯૭૧ઃ- બાંગ્લાદેશને આઝાદી અપાવી.
પાકિસ્તાની ઘુસણખોરો બાંગ્લાદેમાંથી મોટાપાયે ઘુસી આવતા હતા જેને લીધે આપણે પાકિસ્તાનનો પૂર્વ અને પશ્ચિમ બંને બાજુથી સામનો કરવો પડતો હતો. બાંગ્લાદેશની આઝાદી પછી પાકિસ્તાનના બે ફાડિયા થયા અને પૂર્વથી આપણા દેશને સુરક્ષા મળી.
એપ્રિલઃ- ૧૯૭૫ પ્રથમ ઉપગ્રહ લૉન્ચ થયો.
ભારતનો સૌ પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ લોન્ચ કર્યો.
ઓગસ્ટ ૧૯૭૨ઃ- સંદેશાવ્યવહારમાં પીન કોડ પ્રથા દાખલ કરી સંદેશાવ્યવહાર ઝડપી બનાવો.
મે,૧૯૭૪ઃ- પ્રથમ પરમાણુ પરીક્ષણ.
૧૯૪૪થી ધીમે ધીમે ચાલતા પરમાણુ પ્રોજેક્ટને ઇન્દિરા ગાંધીએ ઝડપ આપી અને પોખરણના રણમાં ૧૦૭ ફીટ જમીનની નીચે બોમ્બ ઉતારી પરમાણુ પરીક્ષણ કર્યું.
ડિસેમ્બર ૧૯૭૭ :- દુનિયાનું સૌથી મોટું થિએટર બનાવ્યું.
મુંબઈના બાન્દ્રામાં ઓપન-એર-થીએટર ‘ડ્રાઈવ ઇન’ ખુલ્લું મુકાયું.
જુલાઈ ૧૯૮૦ઃ- રોકેટ લોન્ચિંગ વિહિકલની શરૂઆત.
૧૯૮૦ સુધીમાં ભારતે ઉપગ્રહ તો બનાવી લીધો હતો પણ એને લોન્ચ કરવા પારકે પાદર જવું પડતું. ૧૯૮૦માં ભારતે ભારતના જ રોકેટ વડે ભારતનો જ ઉપગ્રહ રોહિણી-૧ ભ્રમણકક્ષામાં મૂકયો.
૧૯૮૧ :- ક્રેડીટ કાર્ડની શરૂઆત
૧૯૮૨ એપ્રિલ :- કલર ટીવી ની શરૂઆત.
૧૯૮૪ ઓગસ્ટઃ- ટેલિકોમ ક્રાંતિની શરૂઆત.
રાજીવ ગાંધીએ ‘સેન્ટર ફોર ડેવલ્પમેન્ટ ઓફ ટેલિમેટીકસ’ની સ્થાપના કરી અને દેશમાં ઠેર-ઠેર એસ.ટી.ડી. પીસીઓ સ્થપાયા અને સંદેશાવ્યવહાર સરળ બનાવ્યો.
૧૯૯૧ :- પરમ, પ્રથમ સુપરકમ્પ્યુટર
૧૯૯૧ જુલાઈ :- આર્થિક ઉદારીકરણની શરૂઆત.
૧૯૯૧માં અર્થશાસ્ત્રી અને કેન્દ્રીય નાણામંત્રી મનમોહનસિંહે લીબરાઈઝેશન, પ્રાઇવેટાઈઝેશન અને ગ્લોબલાઈઝેશન નીતિઓવાળું આર્થિક ઉદારીકરણવાળું બજેટ રજુ કર્યું. આનાથી ઉદ્યોગ માટે મોકળુ મેદાન થયું. પરદેશી કંપનીઓ આવી.
૧૯૯૨ ઓક્ટોબર :- ખાનગી ચેનલોની શરૂઆત
૧૯૯૭ ઓક્ટોબર :- જગતનું એકમાત્ર મરી કેન્દ્રની સ્થાપના કરી
કેરળના કોચીમાં ૧૯૯૭માં મરી કેન્દ્ર શરુ કરવામાં આવ્યું. આ એક્ષચેંજની સરખામણી ન્યુયોર્કના શેરબજાર સાથે થાય છે જેમ ન્યુયોર્કના શેરબજારમાં દુનિયાભરની કંપનીઓ વેપાર કરે છે એમ કોચી એક્ષચેંજમાં પણ જગતભરના દેશો વેપાર કરતા થયા.
૧૯૯૫ ઓગસ્ટ :- ઇન્ટરનેટનો પ્રારંભ
૧૯૯૫ ઓગસ્ટ :- મધ્યાહન ભોજન યોજના શરુ કરી
ગરીબ બાળકો પાસે ખાવાના જ પૈસા નથી તો ભણવા ક્યાંથી મોકલવા? અનેક પરિવારોની એ સમસ્યા દુર કરવા સરકારે મીડ-ડે મીલ સ્કીમ શરુ કરી.
૧૯૯૫ ઓગસ્ટ :- મોબાઈલ ફોનની શરૂઆત
૨૦૦૫ જુલાઈ :- (ઇ્‌ૈં) માહિતી અધિકાર કાયદો
સરકારને સામાન્ય નાગરિક પણ વહીવટને લગતા સવાલ પૂછી શકે એ હક આપ્યો.
૨૦૦૭ નવેમ્બર :- દુનિયાની સૌથી ઝડપી મિસાઈલ ‘બ્રમ્હોસ’ બનાવી
કલાકના ૩૫૦૦ કિમી ઝડપે પ્રહાર કરી શકતી ‘બ્રમ્હોસ’ મિસાઈલ બનાવી.
૨૦૦૯ જાન્યુઆરી :- આખા દેશ ની ઓળખ માટે આધાર યોજના અમલી બનાવી
૨૦૦૯ ઓગસ્ટ :- સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત
માર્ચ ૨૦૧૩ સુધીમાં ભારત ને પોલીયોમુક્ત બનાવ્યો.


*********
આજથી ૫૦ વર્ષ પહેલાં પણ સરકારી સ્કુલો હતી અને ત્યારે પતિ ગુમાવી ચુકેલી વિધવા સ્ત્રી પણ પોતાના ત્રણ ત્રણ દીકરાઓને સરકારી શાળામાં ભણાવી સારું શિક્ષણ આપી શકતી, અત્યારે તો ખાનગી શાળાનો રાફડો ફાટ્યો છે. હવે ૫૦-૫૫ વર્ષ પહેલાં સરકારી શાળામાં ભણેલા દેશનાં ઉચ્ચ પદે જઇ ને કહે છે ૭૦ વર્ષમાં દેશે શું કર્યું.
તો ભાઇ ૬૦ વર્ષ પહેલાં તે અક્ષર ગ્યાન ક્યાં લીધેલું…..આવું એમના આવ્યા પછી ખાનગી કોલેજો અને સ્કુલમાં કોઇ વિધવા મા ત્રણ છોકરાં ભણાવી શકે….?
કોઇ ને ગમે કે ન ગમે…..સીધીસટ વાત.
દેશનો વિકાસ થયો છે, થયો છે અને થયો જ છે……….
આઝાદી પહેલાંનું ભારત, ૭૫૦ વર્ષની મુગલોની ગુલામી, ત્યારબાદ ૨૫૦ વર્ષ અંગ્રેજોના, હજાર વર્ષની ગુલામીમાં આ શાશનકર્તાઓ શું છોડી ને ગયા હશે પ્રજા માટે….? અડધા ઉપરાંતની ગરીબ પ્રજા, અશિક્ષિત ……મુંબઇમાં પણ ધોડાગાડીઓ અને બડદગાડાં તેમજ પેન્ડલ રિક્ષાઓ ફરતી, નિમ્ન કક્ષાનું જીવન જીવતી પ્રજા….
આઝાદીના ૬૭ વર્ષ. …ઇતિહાસની રીતે જોઇએ તો ૬૭ વર્ષ કાંઇ નથી……
એમાં ગામડાંઓ પણ વીજળી,રસ્તા, ગટર, શાળાઓવાળા થયા, એક ગામમાં જ્યાં એક ડબ્બો તેલ આખા મહિને વેચાતું ત્યાં હવે આઇસક્રીમ પાર્લર બની ગયા, પછાત ગણાતા લોકો પણ પાકા મકાન વાળા થયા….
વિજ્ઞાન, ટેકનોલોજી, અણુંમથકો, વીજ મથકો, વિમાન મથકો, સ્રી સમાનતા,પછાત ગણાતી જ્ઞાતિઓનું મુખ્ય પ્રવાહમાં ભળવું, શૈક્ષણિક સંસ્થાઓ, યાતાયાત, બંદરો, ડેમો…..કયા ક્ષેત્રે વિકાસ નથી કર્યો…….?
જે હદે ગરીબી હતી…..જે હદે શિક્ષણ હતું, જે હદે વસ્તી હતી….તેને સાથે લઇ આટલા ટુંકા ગાળામાં આગળ આવનાર મારા દેશ પર ગર્વ છે મને…..
સામાજિક રીતે જોઇએ તો આઝાદી પછીના કોમી રમખાણો, નિરાસિર્તાનો સમાવેશ, ત્રણ ત્રણ યુધ્ધ, અલ્પ શિક્ષણને કારણે પ્રજામાં અંધશ્રદ્ધા. ..સ્ત્રીઓને બહાર ન નીકળવા દેવી…..શીતળા, પોલીયો, રક્તપાત જેવા રોગો પર અંકુશ નહીં નેસ્તનાબુદી, ……સ્ત્રીઓનું શિક્ષણ ……બહુ મોટી હરણફાળ ભરી છે આ દેશે…….
અલગ અલગ ભૌગોલિક વિસ્તારો…અલગ અલગ હવામાન…અલગ બોલીઓ…ભાષાઓ….રહેણી કરણી…ઉપરાંત જાતિવાદ. ….છતાં પણ દરેક નાગરિક ખભે ખભો મિલાવીને ચાલ્યો છે આ દેશના વિકાસ માટે…….
હા કેટલીક ભુલો પણ કરી હશે આપણે….પણ એ કદાચ ક્યારેય વહીવટ ન કર્યાની આપણી અણઆવડત હશે અથવા હજાર વર્ષની ગુલામીને કારણે ઘડાયેલી માનસિકતા……પણ એ નિષ્ફળતાની જવાબદારી પણ આપણે જ લેવી રહી. કેમ કે લોકશાહી છે….. લોકોથી લોકો વડે …ચાલતું શાસન. …..જી હા લોકશાહી…..
આપણી સાથે જ આઝાદ થયેલા દેશોની હાલત જોઇ છે….? આજે ૬૭ વર્ષે આપણે ૪૫૦ વર્ષ પહેલાં આઝાદ થયેલા અમેરિકા સામે માથું ઉચું કરી વાતચીત કરી શકીએ છીએ એ નાની સુની વાત નથી….કોઇ પણ દેશ આજે આપણાં વડાપ્રધારને આવકારે કે એમની વાત સાંભળે છે એ કોઇ વ્યક્તિ વિશેષ ને કારણે નહીં ભારતનાં વડાપ્રધાન પદ ને કારણે…..કેમ કે ભારત જે મુકામ ૬૭ વર્ષમાં હાંસલ કરી ચુક્યું છે તે આટલા ટુંકા ગાળામાં કોઇ દેશે હાંસલ નથી કર્યુ…….
આપણાં બાપ દાદાઓ ગુલામ હતા….આ વાસ્તવિકતા ને સ્વીકાર્યે જ છુટકો…….એક હજાર વર્ષના ગુલામના છોકરાંના છોકરાં બીએમડબલ્યુ, ઓડી….બાઇક કે સ્કુટર પરથી ૨૫ હજારનો હાથમાં મોબાઇલ, પગમાં પાંચ દસ હજારના બુટ પહેરી બાર રૂપિયાની સિગરેટ સળગાવી પુછે…..૬૭ વર્ષ માં શું કર્યું ……ત્યારે કહેવાનું મન થાય કે તારા બાપનું કપાળ ,પહેલાં તારા દાદાની પોતડીનું ઠેકાણું ન હતું ભઇલા….
મારા મતે ૬૭ વર્ષ આપણે જ આપણ ને ગમતી સરકારો ચુંટી છે….હરાવી છે…એટલે ૬૭ વરસની વાત કરનારા જ આ દેશ ને પુરું ચાહતા નથી………બાકી મારા દેશે પ્રગતિ કરી જ છે….કોઇ ક્ષેત્ર બાકી નથી….હશે તો હવે કરીશું…..મને ગર્વ છે હું ભારતીય છું….અને ભારત મારો દેશ છે.
યાદ રાખો નહેરુ કે ઇન્દીરાએ ક્યારેય ૭૫૦ વરસ મુગલની અને ૨૫૦ વર્ષ અંગ્રેજની એમ હજાર વર્ષ ની ગુલામીને પોતાની નિષ્ફળતાઓ છુપાવવા આગળ નથી ધરી કે ના એ હજાર વર્ષના રોદડાં રડ્યા છે…..
અમને તમારામાં વિશ્વાસ હતો એટલે દેશની બાગદોર તમારા હાથમાં સોંપી….એ જાણવા નહી કે ૬૦ વર્ષમાં કોણે શું કર્યું……પણ એ જોવા કે તમે શું કરી શકો છો…..
તો જુના હિસાબો કિતાબો બંધ કરી કંઇક કરી બતાવો ! ??

Related posts

NICE LINE

aapnugujarat

વ્રુધ્ધ થતા આવડે છે તમને? કે માત્ર ઘરડા થયા છો?

aapnugujarat

BEAUTIFUL LINE

aapnugujarat

Leave a Comment

UA-96247877-1