Aapnu Gujarat
મનોરંજન

હાલમાં કોઇની સાથે પ્રેમમાં હોવાનો જેક્લીનનો ઇન્કાર

ખુબસુરત જેક્લીને ખુલાસો કરતા કહ્યુ છે કે તે હાલમાં બિલકુલ એકલી છે. કોઇના પણ પ્રેમમાં નથી. જેક્લીને બોલિવુડ સ્ટાર અર્જુન કપુર સાથે પ્રેમમાં હોવાના હેવાલને રદિયો આપ્યો છે. તેનુ કહેવુ છે કે તે સિંગલ હોવાની હાલમાં મજા માણી રહી છે. જેક્લીન હાલમાં સલમાન ખાનની મોટી ફિલ્મ રેસ-૩ ફિલ્મને લઇને વ્યસ્ત છે. આ ગ્લેમરથી ભરપુર ફિલ્મમાં તેની સાથે ડેઝી શાહ, બોબી દેઓલ પણ કામ કરી રહ્યા છે. અનિલ કપુરની પણ ભૂમિકા છે. પ્રેમ પ્રકરણ મામલે જેક્લીને ખુલાસો કરતાની સાથે જ આ અંગે ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. અર્જૂન કપુર સાથે સંબંધ અંગે પુછવામાં આવતા જેક્લીને આ મુજબની વાત કરી હતી. જેકલીન હાલમાં ટોપ સ્ટાર અભિનેત્રી તરીકે ઉભરી ચુકી છે. તેની તમામ ફિલ્મો સારી કમાણી કરી રહી છે.
ડેવિડ ધવનની જુડવા-૨ ફિલ્મ પણ તેની સુપર હિટ સાબિત થઇ હતી. જેમાં વરૂણ ધવનની સાથે તેની ભૂમિકા હતી. જેકલીને કહ્યુ છે કે એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડના ગોસિપ્સ વર્લ્ડ સાથે ખુબ જુના સંબંધ રહ્યા છે. જેક્લીને કહ્યુ છે કે તે સિંગલ છે. તેનુ કહેવુ છે કે ક્યારે પણ કોઇનુ નામ કોઇની સાથે જોડી દેવામાં આવે છે. જ્યારે કેટલીક વખત તો સંબંધ ન હોવા છતાં બ્રેક અપની સ્થિતી દર્શાવી દેવામાં આવે છે. જો કે જેક્લીને કબુલાત કરી છે કે તેની અને અર્જૂન કપુર વચ્ચે સારી મિત્રતા છે. જ્યારે પણ અમારા અંગે કોઇ સમાચાર પ્રકાશિત કરવામાં આવે છે છે ત્યારે અમે બન્ને એન્જોય કરીએ છીએ. અમે બન્ને આવા અહેવાલને લઇને ખુશ થઇએ છીએ. સોનમ કપુર અને જેક્લીન વચ્ચે ખુબ સારી મિત્રતા છે. આવી સ્થિતીમાં થોડાક સમય પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે સોનમ કપુરે જ પોતાના ભાઇ અર્જૂન કપુરની ઓળખ જેક્લીન સાથે કરાવી હતી. સોનમ કપુરે જ અર્જૂન કપુર સાથે તેની મિત્રતા કરાવી હતી. જો કે આનો મતલબ એ નથી કે તે મધ્યસ્થી તરીકે કામ કરી રહી છે.

Related posts

अदा शर्मा ने साझा किया ‘बांसुरीवाले भइया’ का वीडियो

editor

फिट होने के लिए कड़ी मेहनत बंद कर दी : इलियाना डिक्रूज

editor

ખુબસુરત જેક્લીનની ધુન પર સલમાન ખાન નાચશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1