Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હવે જૂની નોટ બદલવાની પરવાનગી આપવામાં આવે તો અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થશે : સુપ્રીમ કોર્ટ

રદ કરાયેલી રુપિયા ૫૦૦ અને ૧૦૦૦ની જૂની ચલણી નોટ બદલવા ફરી એક તક મળે તે માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીનો સુપ્રીમ કોર્ટે અસ્વીકાર કર્યો છે.
અરજી પર સુનાવણી કરવા દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, જો હવે લોકોને જૂની નોટ બદલવાની તક આપવામાં આવે તો દેશની અર્થવ્યવસ્થા ઉપર તેની વિપરીત અસર પડશે.ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા કાર્ડ ધારક મહિલાની અરજીને રદ્‌ કરતા કોર્ટે જણાવ્યું કે, બેંકોને હવે નોટ બદલવા માટે કાઉન્ટર ખોલવા કહી શકાય નહીં.સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, નિયમ અને કાયદા મુજબ લોકોને જૂની નોટ બદલવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી.
આ સમય મર્યાદામાં લોકોએ તેની જૂની નોટ બદલાવવાની હતી. જેણે નથી બદલાવી અથવા નથી બદલાવી શક્યા તેની માટે હવે કંઈજ કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટ પણ આ મામલે હસ્તક્ષેપ કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નોટબંધીના નોટિફીકેશનને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક પીઠમાં પહેલેથી જ સુનાવણી ચાલી રહી છે. જેથી સંવૈધાનિક પીઠનો નિર્ણય આવે ત્યાં સુધી રાહ જોવી યોગ્ય ગણાશે. ત્યાદબાદ જ કોઈ નિર્ણય લઈ શકાય. એમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે.આપને જણાવી દઈએ કે, મહિલાએ પોતાની અરજીમાં ઉલ્લેખ કર્યો હતો કે, એનઆરઆઇ માટે નોટ બદલવાની સુવિધા માર્ચ-૨૦૧૭માં બંધ કરવામાં આવી હતી. જોકે પહેલા સરકારે જણાવ્યું હતું કે, કેટલીક શરતોને આધીન આ યોજનાને જૂન-૨૦૧૭ સુધી લંબાવવામાં આવશે. પણ તેમ કરવામાં આવ્યું ન હતું.

Related posts

डॉक्टरों से मारपीट मामला: हड़ताल को लेकर केंद्र ने सीएम ममता से मांगा जवाब

aapnugujarat

एक ओर हादसाःनागपुर-मुम्बई दुरंतो एक्सप्रेस हुई दुर्घटनाग्रस्त

aapnugujarat

Harsh Vardhan takes charge as Union Health Minister at Nirman Bhawan office

aapnugujarat

Leave a Comment

UA-96247877-1