Aapnu Gujarat
Uncategorized

સોમનાથ ખાતે ના પ્રાચીન સોમનાથ મંદિર સખાતે ચઢી શહીદી શહીદી વ્હોરનાર શ્રીવેગડાજી ભીલની પ્રતિમા મુકાશે

અશ્ચ સ્વારી સાથેની સાડા નવ ફુટ હાઇટની અને ત્રણ ટન વજન ધરાવતી અમદાવાદ ના શિલ્પી હિતેશ દ્વારા તૈયાર થયેલ પ્રતિમા તૈયાર છે અને હવે પ્રતિમા જેના ઉપર મુકવાની છે તે પેડ સ્ટોલ એટલે કે પ્રતિમા મુકવા માટે નો બેઠક સ્થંભ નું કાર્ય ચાલી રહ્યું છે. સોમનાથ ખાતે આજરોજ શ્રી વેગડાજી ભીલ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા ૧૫ મો ૧૧ કુંડી યજ્ઞ યોજાયો જેમાં મંદિર સાનિધ્યે એસ. ટી. બસ. ડીપો સામે આવેલ વેગડાજી ભીલની ડેરીએ ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જીલ્લાના ભીલ પરિવાર ના ૨૦૦૦ લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શ્રી વેગડાજી ભીલ સ્મૃતિ ટ્રસ્ટ મહુવાના પ્રમુખ બબાભાઇ ભીલે સોમનાથ ખાતે પત્રકાર મિલનમાં જણાવ્યું કે પ્રાચીન સમયમાં સોમનાથ મંદિરની રક્ષા માટે શહિદ થનાર શ્રી વેગડાજી ભીલની સોમનાથ ખાતે મુકવા માટે ની પ્રતિમા તૈયાર થઈ ચુકી છે આ પ્રતિમા અશ્ચ ઉપર સ્વારી સાથેની છે જે પંચધાતુની બનેલી છે અને અમદાવાદ શિલ્પી હિતેશ દ્વારા તૈયાર કરાઇ છે જેનું વજન ત્રણ ટનનું અને સાડા નવ ફુટ ઉંચાઇ છે અને હાલ પ્રતિમા મુકવાનું સ્ટેન્ડ તૈયાર કરાઇ રહ્યું છે અને જે તૈયાર થશે સોમનાથ ટ્રસ્ટ અને સત્તાવાળાઓ સાથે સંકલન કરી લોકાર્પણ કરાશે ટ્રસ્ટના અન્ય અગ્રણી જણાવ્યું કે પ્રાચીન સોમનાથ મંદિર જ્યારે છેલ્લે લુંટાયું ત્યારે તેને બચાવવા ભીલ પરિવારના ૫૦૦ માણસો દોણના નેશમાંથી આવ્યા હતા જેઓ સોમનાથ ની સખાતે ચઢનાર અન્ય વીર પુરૂષો ની સાથે મંદિર બચાવવા ઝઝૂમ્યા હતા જેની સ્મૃતિમાં વેગડાજી ભીલ ખાંભી એ પ્રતિ અખાત્રીજે હવન કરીએ છીએ અને આગામી સમયમાં ઈતિહાસ સંશોધન કરી પુસ્તક પણ બહાર પાડવા સંકલ્પ કરાયો છે

રીપોર્ટ મહેન્દ્ર ટાંક

Related posts

राजकोट मार्केट यार्ड में नई मूंगफली की बम्पर आय शुरू

aapnugujarat

भवनाथ में साधु का शव मिला

aapnugujarat

PKL-7: Bengal Warriors defeated Telugu Titans by 40-39

aapnugujarat

Leave a Comment

UA-96247877-1