Aapnu Gujarat
ગુજરાત

સુરત : સેક્સ વર્કરોએ વૈશ્યાવૃત્તિમાં પ્રવેશવાથી સગીરાને બચાવી

સુરતમાં સેક્સ વર્કરોએ પણ ઉલ્લેખનીય કામગીરી કરીને એક ૧૪ વર્ષીય કિશોરીને વૈશ્યાવૃત્તિમાં પ્રવેશ કરવાથી બચાવી લીધી છે. સુરતના સદીયો જુના રેડલાઇટ વિસ્તારમાં સક્રિય સેક્સ વર્કરોએ આ ઉલ્લેખનીય કામગીરી અદા કરીને ચર્ચામાં છે. ૧૪ વર્ષીય સગીરાને બચાવી લઇને તેના માતા-પિતાને પણ સોંપી દેવામાં આવી છે. આ સેક્સ વર્કરોએ સગીરાને માત્ર બચાવી જ નથી બલ્કે તેના માતા-પિતાને પણ એક સપ્તાહ પહેલા સોંપી દીધી છે. આ સગીરા પાંડેસરા વિસ્તારમાં પોતાના ઘરેથી ભાગીને આવી હતી અને વૈશ્યાવૃત્તિમાં પડવા ઇચ્છુક હતી. સેક્સ વર્કરોએ આ વિસ્તારમાં તે નજરે પડ્યા બાદ તેની નોંધ લીધી હતી અને સેક્સ વર્કરોએ એકત્રિત થઇને તેની શોધખોળ હાથ ધરી હતી. રિંગરોડ પર ક્લાઇન્ટોની શોધમાં રાત્રે જ્યાં સેક્સ વર્કરો ભેગી થતી હતી ત્યાં આ સગીરાને જોયા બાદ સેક્સ વર્કરોએ આની નોંધ લીધી હતી. ૧૧ વાગે રાત્રે કેટલીક સેક્સ વર્કરોએ બુરખામાં આ સગીરાને જોઇ હતી તે કેટલાક પુરુષ સાથે વાત કરી રહી હતી. ટૂંકમાં જઆ યુવતીઓને સમજાઈ ગયું હતું કે, સગીરા ક્લાઈન્ટના શોધમાં છે. તેઓએ તેની સાથે વાત કરી હતી. તે માત્ર ૧૪ વર્ષની છે તે જાણીને સેક્સ વર્કરો પણ ચોંકી ગઈ હતી. આ સગીરાએ તેમને કહ્યું હતું કે, તેનું કોઇ ઘર નથી અને તે વૈશ્યાવૃત્તિ મારફતે પૈસા કમાવવા ઇચ્છુક છે. તેને મોડેથી એકના ઘરે લઇ જવામાં આવી હતી અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આગામી બે દિવસ સુધી તેના આવાસની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ પાકુ સરનામુ નહીં આપ્યું હોવાથી સરનામુ મળ્યું ન હતું. શરૂઆતમાં તે ખોટા નામ આપી રહી હતી. સગીરા પહેલા રેલવે સ્ટેશન પહોંચી હતી અને રાત્રિ ગાળામાં ત્યાં રોકાઈ હતી. આખરે સમગ્ર મામલો સપાટી પર આવ્યો હતો.

Related posts

સાવલી તાલુકા પંચાયતની ૨૨-વાંકાનેર બેઠકની પેટા ચૂંટણી તા.૧૧ જુને યોજાશે

aapnugujarat

વાતાવરણમાં પલટાને લઇ કેરી પાકને નુકસાનનો ભય

aapnugujarat

સુસ્કાલ ગામમાં વિદેશી દારૂ ઝડપાયો

editor

Leave a Comment

UA-96247877-1