Aapnu Gujarat
ગુજરાત

સુરત દુષ્કર્મમાં બાળકી તેમજ વિધવા માતાના ડીએનએ મેચ

ગુજરાત સહિત દેશભરમાં બહુ ચકચાર જગાવનાર સુરતના પાંડેસરા વિસ્તારમાં દુષ્કર્મ બાદ હત્યા કરાયેલી હાલતમાં મળી આવેલી ૧૧ વર્ષીય બાળકીના કેસમાં આખરે બાળકી અને વિધવા માતાના ડીએનએ મેચ થયા હતા. એફએસએલ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં પણ હવે પોલીસની તપાસ અને થિયરીની સત્યતા પર વધુ મ્હોર લાગી ગઇ છે. આમ, આ અત્યંત ઘૃણાસ્પદ અને નફરત જન્માવે તેવા કેસના આરોપીઓને કોર્ટમાં સખતમાં સખત સજા મળે તે માટે પોલીસના હાથે આજે વધુ એક મજબૂત પુરાવો આવ્યો છે. બીજીબાજુ, આ કેસના મુખ્ય આરોપી હર્ષ સહાઇ ગુર્જરની સુરતની સિવિલ હોસ્પિટલમાં ડિટેઇલ્ડ તબીબી તપાસ હાથ ધરાઇ હતી. તો તપાસના દોરમાં એવી પણ વાત સ્પષ્ટ થઇ હતી કે, બાળકીની માતા પર દુષ્કર્મમાં હર્ષ સહાઇના મિત્રની પણ મુખ્ય સંડોવણી હતી. સુરત સામૂહિક દુષ્કર્મ અને ડબલ મર્ડર કેસમાં એક પછી એક નવી કડીઓ ખુલતી જાય છે અને મહત્વના પુરાવાઓ સામે આવતા જાય છે. ગઇકાલે જ આ સમગ્ર કેસમાં આરોપી હર્ષ સહાઇ ગુર્જર સહિતના આરોપીઓના અમાનવીય અને અત્યંત ઘૃણાસ્પદ કૃત્યને ધ્યાને લઇને હ્યુમન ટ્રાફિકિંગ(માનવ તસ્કરી)ની કલમોનો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો. અતિ સંવેદનશીલ અને ખૂબ જ ગંભીર પ્રકારના આ ડબલ મર્ડર અને સામૂહિક દુષ્કર્મના કેસમાં હરિઓમ અને મુકેશ નામના શખ્સોની પણ સંડોવણી બહાર આવતાં સુરત ક્રાઇમ બ્રાંચની ટીમ તેઓને પકડવા માટે રાજસ્થાન પહોચી છે. તો, આ પ્રકરણમાં અન્ય કોઇ ગુનેગારની સંડોવણી છે કે કેમ તે મુદ્દે પણ શકમંદોની પૂછપરછ અને તપાસ ચાલી રહી છે. વિધવા માતા અને તેની માસૂમ પુત્રીની નિર્દયતાપૂર્વક હત્યા કરનારો આરોપી હર્ષ સહાઇ ગુર્જર હાલ પોલીસના કબજામાં છે, જેને સાથે રાખીને પોલીસે ગઇકાલે સમગ્ર ઘટનાક્રમનું રિકન્સ્ટ્રકશન પણ કર્યું હતું. બાદમાં આજે તેને સિવિલ હોસ્પિટલમાં લઇ જઇ તબીબી તપાસ કરાવાઇ હતી. ઉલ્લેખનીય છે કે, નરાધમ હર્ષ સહાઇએ વિધવા માતા અને બાળકીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી અને તે વિધવા માતા અને બાળકીને રાજસ્થાનથી લાવ્યો હોઇ પોલીસે હ્યુમન ટ્રાફિકિંગની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો.
માતા અને બાળકીની હત્યાના કેસમાં તમામ પુરાવાઓ આધારે ઝડપથી તપાસ કરવામાં આવી રહી છે. સુરત પોલીસ કમિશનરે તો પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે, કેસની ગંભીરતા ધ્યાને લઇ તમામ પુરાવાઓ એકત્ર કરી આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ઝડપથી કેસ ચલાવી તેઓને સખતમાં સખત સજા કરાવવા મહેનત કરાશે.

Related posts

જીરૂના ભેળસેળ : શંકાસ્પદ માલ જપ્ત કરીને તપાસ

aapnugujarat

शिवरंजनी ब्रिज के निकट  निजी बस ड्राइवर को झपकी आने पर बस रेलिंग में धूसी

aapnugujarat

पानी बरबाद नहीं करने के लिए आनंदीबहन का अनुरोध

aapnugujarat

Leave a Comment

UA-96247877-1