Aapnu Gujarat
ગુજરાત

સુરતમાં બનશે રુ. ૬૦૬ કરોડના ખર્ચે આઉટર રિંગ રોડ

સુરત શહેર માટે સૂડા વિસ્તારમાં ૯૦ મીટર આઉટર રીંગ રોડનું અંદાજે રૂ.૬૦૬ કરોડના ખર્ચે નિર્માણ કરાશે. આ રીંગ રોડને હાઇડેન્સીટી કોરીડોર તરીકે વિકાસ કરવામાં આવશે.મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં નાયબ સીએમ નીતિન પટેલની ઉપસ્થિતીમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ રીંગ રોડને હાઇડેન્સીટી કોરીડોર તરીકે વિકાસ કરવા માટે ૨૬૬૯ હેકટરમાં ૧૧ નગર રચના યોજનાઓનું આયોજન કરવામાં આવ્યું છે. માર્ચ-ર૦૧૯ સુધીમાં આ રીંગરોડની કાર્યવાહી પૂર્ણ કરવાનું આયોજન છે.ર૭ કી.મી. લંબાઇનો ૯૦ મી. રીંગરોડ પ્રથમ તબકકે ૪ર મી. પહોળાઇમાં ૬ લેન તેમજ સર્વિસ રોડ રાખવામાં આવશે. તે સિવાય રર નાના બ્રીજ, એક તાપી નદી પરનો બ્રીજ અને બે ફલાય ઓવર બનાવવામાં આવશે.
રેલ્વે લાઇન, ક્રીક / કેનાલ ઉપરથી પસાર થવા માટે ૩ રેલ્વે ઓવરબ્રીજ, ર૬ કલવડ અને પ ક્રીક/ કેનાલ અન્ડરપાસ બનાવવામાં આવશે. આ બધાનો ખર્ચ રૂા. ૬૦૦ કરોડ થશે.આ રીંગ રોડ ર૦૧૯ સુધીમાં પૂર્ણ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે તેમ જ તેના નિર્માણ હેતુ અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશનની રચના કરવામાં આવી છે. આ કંપની સમગ્ર રિંગ રોડ અને હાઇડેન્સિટી કોરિડોરના ર,૬૬૯ હેકટરનો વિકાસ કરશે.સૂડાના આ રિંગ રોડના મોટા ખર્ચને પહોચી વળવા નગરરચના યોજનામાં મળતી વેચાણપાત્ર જમીન તેમ જ વેચાણપાત્ર એફએસઆઇમાંથી નાણાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સિવાય અન્ય નાણાકીય સંસ્થાઓમાંથી પણ નાણાં મેળવવામાં આવશે તેમ બેઠકમાં નક્કી થયું હતું.આ ઉચ્ચસ્તરીય બેઠકમાં શહેરી વિકાસ અગ્ર સચીવ મુકેશ પૂરી, સૂરત મહાપાલિકાના કમિશનર થેન્નારસન, કલેકટર મહેન્દ્ર પટેલ, સૂડાના સીઇએ અને ચીફ ટાઉન પ્લાનર ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

ગુજરાત કોલેજમાં વર્ષો જૂના બિલ્ડીંગ તોડવા સામે વિરોધ

aapnugujarat

કેવડિયા ખાતે મુખ્યમંત્રી રૂપાણીએ નર્મદા જળના કર્યા વધામણાં

aapnugujarat

નજીવી બાબતમાં પિતા-પુત્ર પર હુમલો થતાં પિતાનું મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1