Aapnu Gujarat
ગુજરાત

સમગ્ર રાજયમાં બસ એક જ ચર્ચા છે : શું લાગે છે ભાજપ કે કોંગ્રેસ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બે તબક્કામાં યોજાયેલા મતદાન બાદ હવે આવતીકાલે મતગણતરી હાથ ધરાનાર છે અને પરિણામો જાહેર થનાર છે ત્યારે બીજીબાજુ, અમદાવાદ સહિત રાજયભરમાં ભારે ઉત્તેજના અને સસ્પેન્સના વાતાવરણ વચ્ચે ચૂંટણીના પરિણામોનો હોટ ફિવર છવાયો છે. ચૂંટણીના પરિણામોને લઇ રાજકીય પક્ષો, તેમના ઉમેદવાર અને સમર્થક-ટેકેદારોએ આગોતરા આયોજન કર્યા છે તો બીજીબાજુ, ચૂંટણી રસિયાઓએ પણ આવતીકાલે પરિણામો માટે ખાસ તૈયારીઓ કરી છે. તો વળી, કેટલાક ઉત્સાહી ચૂંટણી રસિયાઓએ તો નોકરી અને ધંધા-રોજગારમાં રજા પાડી ટીવી સ્ક્રીન સામે ગોઠવાઇ જઇ પરિણામોની સસ્પેન્સ થ્રીલર જેવી લાઇવ મોજ માણવાનું આયોજન કર્યું છે. આવતીકાલના પરિણામોને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં અત્યારે બસ માત્ર એક જ ચર્ચા છે, બોલો બોસ, શું લાગે છે ? ભાજપ આવશે કે કોંગ્રેસ? રિઝલ્ટના પ્રશ્નો હાલ તો સૌકોઇના મુખે ચર્ચાઇ રહ્યા છે. બીજીબાજુ, આવતીકાલે ચૂંટણીના પરિણામોની તાજી જાણકારી અને લાઇવ અપડેટ્‌સ જાહેરજનતાને જાણવા મળે તે હેતુથી શહેરના અંકુર રોડ પર પ્રિન્સ રેસ્ટોરન્ટની સામે મનીષ ચાર રસ્તા ખાતે સવારે સાત વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી એક વિશાળ સ્ટેજ પર બહુ મોટી એલઇડી સ્ક્રીન લગાવી ખાસ આયોજન કરવામાં આવ્યું છે એમ નારણપુરા વોર્ડના ભાજપના મંત્રી રમેશભાઇ ગીડવાણીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, રસ્તા પરથી પસાર થતા લોકો, રાહદારીઓ અને સ્થાનિક લોકો તેમ જ જાહેરજનતાને ચૂંટણીના પરિણામોની પળેપળની માહિતી અને લાઇવ અપડેટ્‌સ જાણવા મળી રહે તે હેતુથી આ આયોજન કરાયું છે. નારણપુરા વિધાનસભા બેઠકના ઉમેદવાર કૌશકભાઇ પટેલે આ આયોજન માટે ભારે જહેમત ઉઠાવી છે એમ પણ રમેશભાઇ ગીડવાણીએ ઉમેર્યું હતું. આવતીકાલે અમદાવાદ સહિત રાજયભરના નિયત મતગણતરી કેન્દ્રો પર વિધાનસભા ચૂંટણીના મતદાનની મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાનાર છે. અમદાવાદમાં એલ.ડી.એન્જિનીયરીંગ કોલેજ, પોલીટેકનીક કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાનાર છે. મતગણતરી અને પરિણામોને લઇ રાજકીય પક્ષોના ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અને તેના ચુસ્ત સમર્થક-ટેકેદોરોએ આગોતરા આયોજન કરી રાખ્યા છે. તમામ ઉમેદવારો, તેમના પરિવારજનોની સાથે સાથે તેમના સમર્થકો-ટેકેદારો અને તેમના વિસ્તારના લોકોના દિલના ધબકારા વધી ગયા છે. આવતીકાલે જાહેર થનારા પરિણામોમાં તેમની જીત થાય તે માટેની પ્રાર્થના-દુઆઓનો દોર ચાલી રહ્યો છે. તો, વળી કેટલાક ઉમેદવારો અને તેના સમર્થક-ટેકેદારોએ તો વિજયપતાકા લહેરાય માટે તે માટે જુદી જુદી બાધા-માનતા પણ રાખી દીધી છે. જેનો વિજય નિશ્ચિત મનાઇ રહ્યો છે તેવા ઉમેદવારો અને સમર્થકોએ તો વિજયયાત્રા-સરઘસ કાઢવાના અને ફટકડા ફોડી ઉજવણી કરવાના આગોતરા આયોજન પણ કરી રાખ્યા છે. આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો હોઇ ચૂંટણીરસિયાઓઓ પણ ખાસ તૈયારીઓ કરી છે, ઉત્સાહી ચૂંટણી રસિયાઓએ તો નોકરી અને ધંધા-રોજગારમાં રજા રાખી વહેલી સવારથી જ ટીવી સ્ક્રીન સામે ગોઠવાઇ જઇ લાઇવ રિઝલ્ટની મોજ માણવાનું આયોજન કર્યું છે. ગુજરાતના પરિણામો પર સમગ્ર દેશ અને દુનિયાની નજર મંડાઇ હોઇ આવતીકાલે તમામ મીડિયા-ચેનલ્સ દ્વારા પરિણામોની પળેપળની માહિતી અને લાઇવ અપડેટ્‌સ લોકો સુધી પહોંચાડાશે.

Related posts

‘આપ’ની સરકાર ભ્રષ્ટાચાર મુક્ત- ભયમુક્ત શાસન આપશે : કેજરીવાલ

aapnugujarat

પોરબંદરમાં ચણાની રૂા.૪૦ કરોડની ખરીદી : ૧લી માર્ચથી સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરી હતી

aapnugujarat

બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા ભાજપ કાર્યક્રમો કરે છે : C.R.PATIL

aapnugujarat

Leave a Comment

UA-96247877-1