Aapnu Gujarat
તાજા સમાચારમનોરંજન

સંગીતકાર ઇલૈયારાજા પદ્મ વિભૂષણથી સમ્માનિત

જાણીતા સંગીતકાર ઇલૈયારાજાને પદ્મ વિભૂષણ પુરસ્કાર દ્વારા સમ્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઇલૈયારાજાને આ સમ્માનથી નવાજ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત થયેલા આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ જેવી મોટી હસ્તિઓ પણ ઉપસ્થિત રહી હતી. સંગીત જગતમાંથી ઇલૈયારાજા ઉપરાંત ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનને પણ પદ્મવિભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ઇલૈયારાજા લાંબા સમયથી બોલિવુડ અને દક્ષિણ ભારતીય સિનેમામાં કામ કરે છે. ૭૪ વર્ષનાં ઇલૈયારાજાએ અત્યાર સુધી ૬૫૦૦ ગીતોની ધુન તૈયાર કરી છે. સાથે જ લગભગ ૧૦૦૦ ફિલ્મોમાં સંગીત આપ્યું છે. તેમણે ‘સદમા’, ‘ચીની કમ’, ‘મહાદેવ’, ‘પા’ અને ‘હે રામ’ જેવી ફિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. ૧૯૪૩નાં રોજ તમિલનાડુનાં મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા ઇલૈયારાજાએ ધનરાજ માસ્ટરજી પાસેથી સંગીતની વિદ્યા મેળવી હતી. તેમની પત્નીનું નામ જીવા છે, વર્ષ ૨૦૧૧માં તેમનું નિધન થયું હતું. ઇલૈયારાજાનાં ૩ બાળકો છે અને ત્રણેય સંગીત ક્ષેત્રે કામ કરે છે.ઉલ્લેખનીય છે કે આ વર્ષે અલગ-અલગ ક્ષેત્ર માંથી ૮૪ હસ્તિઓને પદ્મ પુરસ્કાર આપવામાં આવી રહ્યા છે. જેમાંથી ૪૩ પુરસ્કાર મંગળવારે આપવામાં આવ્યા હતા. બાકી બચેલા પુરસ્કારો ૨ એપ્રિલનાં રોજ આપવામાં આવશે.

Related posts

હવે રેસ-૩ ફિલ્મનો હિસ્સો બનીને બોબી દેઓલ સંતુષ્ટ

aapnugujarat

૨૦૧૮માં બોલિવુડ ઘટનાઓ

aapnugujarat

RBI announces NEFT timings may change from December 2019

aapnugujarat

Leave a Comment

UA-96247877-1