Aapnu Gujarat
રાષ્ટ્રીય

શૌચાલયનું એવું મોટું કામ કર્યું અશ્ચિની ચૌબે મોદીની નજરમાં આવ્યા ને કેન્દ્રીય મંત્રી બન્યા

ઘરઘરમાં શૌચાલયનું નિર્માણ થશે, ત્યારે જ થશે લાડલી દીકરીનું કન્યાદાનપ દેશને આ નારો આપનાર અશ્વિની કુમાર ચૌબે કેન્દ્રીય મંત્રી બન્યા છે. કેન્દ્રીય મંત્રીપરિષદમાં કરાયેલ ફેરબદલ અંતર્ગત સામેલ કરાયેલ ૯ ભાવિ મંત્રીઓમાં ભાજપા સાંસદ અશ્ચિની કુમાર ચૌબેનું નામ સામેલ છે. ચૌબે બિહારના બક્સરથી લોકસભાના સાંસદ છે. તે ૧૯૭૦ના દાયકામાં જેપી આંદોલનમાં સક્રિય રીતે સામેલ હતા. તેમને આપાતકાલના દરમિયાન મીસા અંતર્ગત ધરપકડ કરવામાં આવ્યા હતા.આ સાથે જ તેમણે મહાલદલિત પરિવારો માટે ૧૧,૦૦૦ શૌચાલય બનાવવા પણ મદદ કરી હતી. મે ૨૦૧૪માં સામાન્ય ઈલેક્શનમાં ૧૬મી લોકસભા માટે તેઓ પસંદ થયા હતા. તેઓ ઉર્જા પર સંસદની પ્રાક્લન તેમજ સ્થાયી સમિતિના સદસ્ય છે. તેઓ કેન્દ્રીય રેશમ બોર્ડના પણ સદસ્ય છે. ભાગલપુરમાં દરિયાપુરમાં રહેનાર ચૌબે બિહાર વિધાનસભા માટે સતત પાંચ વાર સિલેક્ટ થયા હતા.
તે ૧૯૯૫-૨૦૧૪ સુધી બિહાર વિધાનસભાના સદસ્ય રહ્યાં. તેઓ બિહાર સરકારમાં આઠ વર્ષ સુધી સ્વાસ્થ્ય, શહેરી વિકાસ અને જન સ્વાસ્થ્ય અભિયાંત્રિકી સહિત મહત્ત્વના વિભાગોના પદભાર સંભાળી ચૂક્યા છે. તેમણે પટના વિશ્વવિદ્યાલય વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ તરીકે પોતાના રાજનીતિના કરિયરની શરૂઆત કરી હતી.ચૌબે ૧૯૭૪થી ૧૯૮૭ સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રાષ્ટ્રીય કાર્યકારિણીના સદસ્ય રહ્યા હતા. ચૌબેએ ૧૯૬૭-૬૮મા બિહાર સરકારની વિરુદ્ધ વિદ્યાર્થી આંદોલનમાં ભાગ લીધો હતો. તેમણે કેરળમાં ૧૯૭૨-૭૩માં અખિલ ભારત વિદ્યાર્થી નેતા સંમેલનમાં પણ ભાગ લીધો હતો. વર્ષ ૨૦૧૩માં પોતાના પરિવારની સાથે તેમણે ભીષણ કેદારનાથ પૂરનો પણ સામનો કર્યો હતો. તેમણે આ હોનારત પર કેદારનાથ ત્રાસદી પુસ્તક પણ લખ્યું છે. તેમણે પ્રાણીવિજ્ઞાનમાં બીએસસી (ઓનર્સ) કર્યું હતું. યોગમાં તેમની વિશેષ રુચિ રહી છે.

Related posts

માતાએ રડી રહેલા બાળકનું મોં બંધ કરવા ફેવિક્વિક લગાવી દીધી..!!

aapnugujarat

असम में जापानी इन्सेफलाइटिस का कहर, अब तक ५० की मौत

aapnugujarat

લગ્ન વગર પણ લિવ ઇનમાં બે પુખ્તવયના લોકો રહી શકે : સુપ્રીમ કોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1