Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

શેરબજારમાં મંદી : સેંસેક્સમાં ૨૨૭ પોઇન્ટનો કડાકો

શેરબજારમાં આજે મંદીનુ મોજુ ફરી વળ્યુ હતુ. કારોબારમા અંતે સેંસેક્સ ૨૨૭ પોઇન્ટ ઘટીને ૩૩૨૨૭ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૮૨ પોઇન્ટ ઘટીને ૧૦૨૪૦ની નીચી સપાટી પર રહ્યો હતો. શેરબજારમાં ચાલી રહેલી તેજી પર આજે ફરી બ્રેક મુકાઇ હતી. સેંસેક્સ અને નિફ્ટી બન્નેમાં તેજી રહેતા કારોબારીઓ ખુશખુશાળ દેખાયા હતા. આજે શ્રેણીબદ્ધ નવા ઘટનાક્રમની અસર જોવા મળી હતી. બ્રેન્ટ ક્રુડ ઓઇલની કિંમત વધીને હવે પ્રતિ બેરલ ૬૫ ડેલરની સપાટી પર પહોંચી ગઇ છે. જે વર્ષ ૨૦૧૫ બાદથી સૌથી ઉંચી સપાટી પર છે. નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં આજે એક ટકાની આસપાસનો ઘટાડો થયો હતો. છેલ્લા ત્રણ સેશનમાં તેમાં જોરદાર સુધારો રહ્યા બાદ આજે તેમાં મંદી રહી હતી. ઓઇલ માર્કેટિંગ કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને ઇન્ડિયન ઓઇલમાં ૨-૩ ટકા વચ્ચે ઘટાડો રહ્યો હતો. એશિયન શેરબજારમાં પણ ઉતારચઢાવની સ્થિતી જોવા મળી હતી. શેરબજારમાં એસ્ટ્રોન પેપર્સના આઈપીઓને લઇને પણ ઉત્સુકતા દેખાઈ રહી છે. ૧૫મી ડિસેમ્બરના દિવસે આ આઈપીઓ લોંચ થશે. એસ્ટ્રોન પેપર્સ બોર્ડ મિલ દ્વારા આઈપીઓલ લાવવામાં આવનાર છે. ઓફરની પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર ૪૫ અને ૫૦ રૂપિયા વચ્ચે રાખવામાં આવી છે. આ આઈપીઓમાં કંપનીના દરેક ૧૦ રૂપિયાની ફેસ વેલ્યુ સાથે ૧૪૦૦૦૦૦૦ ઇક્વિટી શેરની ઓફરનો સમાવેશ થાય છે. એસ્ટ્રોન પેપર એન્ડ બોર્ડ ક્રાફ્ટ પેપરનું નિર્માણ કરે છે. ગુજરાતના હળવદમાં મેન્યુફેક્ચરિંગ હબ ધરાવે છે. આ ઇશ્યુ ૨૦મી ડિસેમ્બરના દિવસે બંધ થનાર છે. શેલની હિલચાલને લઇને પણ ચર્ચા રહેનાર છે. આ ઉપરાંત અમેરિકામાં નવેમ્બર મહિનામાં ૨૨૮૦૦૦ નવી નોકરી ઉમેરાઈ ગઈ છે. આની સાથે જ બેરોજગારીનો દર અમેરિકામાં ૧૭ વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. આ દોર ૪.૧ ટકા રહ્યો છે.ગઇકાલે સોમવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ આજે ૨૦૫ પોઇન્ટ સુધરીને ૩૩૪૫૫ની ઉંચી સપાટી પર રહ્યો હતો. આવી જ રીતે નિફ્ટી ૬૧ પોઇન્ટ ઉછળીને ૧૦૩૨૬ની સપાટી પર રહ્યો હતો. સેંસેક્સ અને નિફ્ટી નવી ઉંચી સપાટી પર રહ્યા હતા. ગયા શનિવારના દિવસે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે ૮૯ બેઠક પર મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે. બીજા તબક્કા માટે મતદાન ૧૪મી ડિસેમ્બરના દિવસે યોજનાર છે. જ્યારે પરિણામ ૧૮મી ડિસેમ્બરના દિવસે જાહેર કરવામાં આવનાર છે. યુએસ ફેડરલ રિઝર્વની ફેડરલ ઓપન માર્કેટ કમિટિની બેઠક મંગળવારથી શરૂ થઇ હતી. જે બે દિવસ ચાલશે. ૧૪મી ડિસેમ્બરના દિવસે ડબલ્યુપીઆઈ ફુગાવાનો આંકડો પણ જારી કરવામાં આવનાર છે. હોલસેલ પ્રાઇઝનો આંકડો ઓક્ટોબર મહિનામાં ૩.૫૯ ટકા રહ્યો હતો જ્યારે સપ્ટેમ્બરમાં આ આંકડો ૨.૬૦ ટકા રહ્યો હતો. ટેકનિકલ ચાર્ટમાં પણ કેટલાક સારા સંકેત મળી રહ્યા છે. સંસદનું શિયાળુ સત્ર ૧૫મી ડિસેમ્બરથી શરૂ થઇ રહ્યું છે જે પાંચમી જાન્યુઆરી સુધી ચાલનાર છે. ૨૧ દિવસના ગાળા દરમિયાન બંને ગૃહમાં ૧૪ બેઠકો યોજાનાર છે. સંસદમાં કાર્યવાહી આ વખતે ભારે તોફાની બની શકે છે.

Related posts

मेघालय में बीफ विवाद पर एक और भाजपा नेता बाचु मरकन का इस्तीफा

aapnugujarat

आर्थिक मंदी के बीच भारत के 13% नियोक्ताओं के पास हैं रोजगार के अवसर

aapnugujarat

અટકળના દોર વચ્ચે આખરે નવી પાર્ટીની નારાયણ રાણેની ઘોષણા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1