Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

શિવરાત્રીનાં પાવન પર્વ ઉપર શેરબજાર બંધ : આવતીકાલે બજાર ખૂલશે

શેરબજારમાં આજે મહાશિવરાત્રીના પાવન પ્રસંગે કારોબાર બંધ છે. જો કે તમામ કારોબારી નવા કારોબારી સત્રમાં બુધવારના દિવસે શુ રહેશે તેને લઇને ગણતરી કરી રહ્યા છે. જો કે હાલના દિવસોમાં રિકવરી રહેવાના સંકેત દેખાઇ રહ્યા છે. સેંસેક્સ અને નિફ્ટી બન્ને સોમવારના દિવસે તેજી સાથે બંધ રહ્યા હતા. બીએસઇ મિડકેપમાં ૧.૩ ટકા અને સ્મોલ કેપમાં ૧.૬ ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો. અમેરિકી બજારમાં સતત બીજા દિવસે તેજી રહી છે. જેની અસર ભારતીય બજારમાં બુધવારના દિવસે રહી શકે છે. સોમવારના દિવસે અંતે સેંસેક્સ ૨૯૫ પોઇન્ટ ઉછળને ૩૪૩૦૦ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૮૫ પોઇન્ટ ઉછળીને ૧૦૫૩૯ની સપાટીએ રહ્યો હતો. હાલમાં સાપ્તાહિક આધાર પર નિફ્ટીમાં ૨.૮૪ ટકા અને સેંસેક્સમાં ૩.૦૨ ટકાનો ઘટાડો રહ્યો હતો. શુક્રવારના દિવસે કારોબારના છેલ્લા દિવસે સેંસેક્સ ૪૦૭ પોઇન્ટ ઘટીને ૩૪૦૦૬ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૧૨૧ પોઇન્ટ ઘટીને ૧૦૪૫૪ની સપાટીએ રહ્યો હતો. ગયા ગુરુવારે સાતમી ફેબ્રુઆરીના દિવસે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ,બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો હતો. મોંઘવારી વધવાના છ કારણ પણ દર્શાવવામાં આવ્યા હતા. તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. બજેટમાં ગ્રામિણ ક્ષેત્ર માટે લેવામાં આવેલા પગલા અને ફાળવણી સારા સંકેત હોવાની વાત આમા કરવામાં આવી હતી. તેની ડિસેમ્બર સમિક્ષામાં એમપીસીએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યા હતો.એસએલઆરને ૧૯.૫ ટકા યથાવત રાખવામાં આવ્યો હતો. જાન્યુઆરી ૨૦૧૮ માટે હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવો બુધવારના દિવસે જારી કરાશે. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવો ડિસેમ્બરમાં ૩.૫૮ ટકા હતો. નવેમ્બર મહિનામાં ૩.૯૩ ટકા રહ્યો હતો જ્યારે ગયા વર્ષેે ડિસેમ્બર ૨.૧ ટકા રહ્યો હતો. શેરબજારમાં પ્રવાહી સ્થિતીના કારણે કારોબારી હાલમાં વધારે રોકાણ કરવાના મુડમાં દેખાઇ રહ્યા નથી. કારણ કે હાલમાં શેરબજારમાં ૨૦૦૦ પોઇન્ટથી વધુનો કડાડો બોલી ગયો હતો. બજારમાં નવી આશા હવે દેખાઇ રહી છે.

Related posts

जब तक मेरी सांस चलेगी सुषमा जी मेरी यादों में हमेशा रहेंगी : रमा देवी

aapnugujarat

અરુણાચલ પ્રદેશમાં નક્સલી હુમલો, ધારાસભ્ય સહિત ૧૧ની હત્યા

aapnugujarat

ડીએમાં ૧ ટકાનો વધારો : ૫૦ લાખ કર્મી અને ૬૧ લાખ પેન્શનરોને ફાયદો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1