Aapnu Gujarat
Uncategorized

વાહનચોરીનાં ત્રણ આરોપીઓને પકડી પાડતી એસ.ઓ.જી. ગીર-સોમનાથ

જુનાગઢ રેન્જ આઇ.જી.પી. ડો.રાજકુમાર પાંડયન તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા હિતેશ જોયસર દ્વારા જીલ્લામાં અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સઘન પેટ્રોલીંગ ફરવા સુચના થયેલ હોય, જે અનુસંધાને ૨૨/૦૩/૨૦૧૮ના રોજ એસ.ઓ.જી. પો.સબ ઇન્સ.જે.વી.ધોળા તથા એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ. પી.પી.રામાણી તથા હેડ કોન્સ. કેતન પરસોતમભાઇ તથા ગોવિંદભાઇ રાઠોડ તથા નરવણસિંહ કાકુભા તથા મુકેશભાઇ ટાંક તથા ઇબ્રાહીમ બાનવા તથા પો.કોન્સ. ભુરાભાઇ બાબુભાઇ તથા અભેસિંહ ચૌહાણ તથા તથા નરેન્દ્ર કછોટ તથા નારણભાઇ ચાવડા વિગેરે સ્ટાફના માણસો ગીરગઢડા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન સાથેના પો.કોન્સ. ભુરાભાઇને મળેલ બાતમી હકીકત આધારે કોદીયા ગામેથી ચોરાઉ મો.સા. સાથે (૧) અલારખા ડુંગરખા મનજીયાણી જાતે. સંધી ગામેતી ઉવ.૨૯ રહે. કોદીયા તા.ગીર ગઢડા તથા (૨) જુમા રખાભાઇ સંધી ગામેતી રહે. ઉમેજ (૩) ઈમ્તિયાઝ દીલાભાઇ ઝાખરા રહે. સાવરકુંડલા વાળાઓને બે ચોરાઉ મો.સા. સાથે પકડી પાડી વિશેષ પુછપરછ દરમ્યાન અન્ય ત્રણ મોટર સાયકલ અલારખા તથા જુમા મારફત કોદીયા ગામે આર.સી. બુક તથા કાગળો વગરના વેચેંલ હોય જે કુલ-૫ મો.સા. સાવરકુંડલા તથા ઉના વિસ્તારમાંથી ઇમ્તીયાઝે ચોરી કરી લાવેલ અને નંબર પ્લેટો બદલાવી નાંખેલ હોવાની કબુલાત આપેલ જે કુલ-૫ મો.સા. કિં.રૂ.૧,૬૦,૦૦૦/- ના સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી મજકુર ત્રણેયને ધોરણસર અટક કરી ગીરગઢડા પો.સ્ટે.ને સોપી આપેલ છે. આ બાબતે ઉના પોલીસ સ્ટેશનમાં મો.સા. ચોરીના ગુન્હાઓ (૧) ફ.૨૨૮/૧૭ તથા (૨) ફ.૨૦૪/૧૭ ઇ.પી.કો.ક.૩૭૯ મુજબના ગુન્હાઓ શોધી કાઢેલ છે તેમજ અન્ય ત્રણ મો.સા. સાવરકુંડલાથી ચોરેલ હોવાનું જણાવતા સાવરકુંડલાને જાણ કરવા તજવીજ કરેલ છે.
રિપોર્ટર :- ભાસ્કર વૈધ (સોમનાથ)

Related posts

ગિરનાર રોપ વે પ્રોજેક્ટ સાઇટ ટીમ મુલાકાતે, રોપ વે પોલ ખડા કરવા તરફ કામગીરી

aapnugujarat

अगस्त में कारों की बिक्री 14 प्रतिशत बढ़ी

editor

રાજનીતિમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરનો ઉદભવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1