Aapnu Gujarat
ગુજરાત

વાયબ્રન્ટ સમિટ : ૧૫,૫૨૧ ઉદ્યોગો દ્વારા રુ.૪.૨૦ લાખ કરોડનું મૂડી રોકાણ થયું

વાયબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ-૨૦૧૫ દરમિયાન કુલ ૨૧,૩૦૪ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેન્શન મંજૂર થયા છે, તે પૈકી ૧૩,૫૪૪ પ્રોજેક્ટ ઉત્પાદનમાં ગયા છે. ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન વાયબ્રન્ટ સમિટ-૨૦૧૫ અન્વયે ઉત્પાદનમાં ગયેલાં પ્રોજેક્ટ સંદર્ભના પ્રશ્નનો ઉર્જાપ્રધાન સૌરભભાઇ પટેલે ઉત્તર પાઠવ્યો હતો.સૌરભ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ઉત્પાદનમાં ગયેલા ૧૩,૫૪૪ પ્રોજેક્ટ ઉપરાંત ૧,૯૭૭ ઉત્પાદન પ્રક્રિયા હેઠળ છે. આમ કુલ ૧૫,૫૨૧ એકમો દ્વારા રાજ્યમાં અંદાજે ૪ લાખ ૨૦ હજાર ૬૭૩ કરોડનું મૂડીરોકાણ કરવામાં આવ્યું છે. આ ઉદ્યોગો દ્વારા ૬.૭૦ લાખ લોકોને રોજગારી આપવામાં આવી છે. રાજ્ય સરકાર ૮૫ ટકા સ્થાનિક લોકોને રોજગારી મળે તે વાતનું પૂરતું ધ્યાન રાખે છે.આવી સમિટમાં રજૂ થતાં ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટેન્શન સંદર્ભે ઓનલાઇન સિસ્ટમ અમલમાં મૂકાઇ છે. જેમાં ઇન્ટેન્શન્સની ઓન લાઇન નોંધણી કરાવનારા રોકાણકારને યુઝરનેમ-પાસવર્ડ ફાળવવામાં આવે છે. ઉપરાંત આવા ઉદ્યોગ-રોકાણના મોનીટરીંગ માટે જવાબદાર અધિકારીઓને ફરજ સોંપાઇ છે. જે સંદર્ભે કલેક્ટર કક્ષાથી લઇને મુખ્ય સચિવ અને મુખ્યપ્રધાન કક્ષાએથી મોનીટરીંગ થાય છે. ઉદ્યોગ સ્થાપવામાં પડતી મુશ્કેલી-સમસ્યાઓનું પણ ઓનલાઇન નિરાકરણ થાય છે. રાજ્યમાં ઉદ્યોગ સ્થાપવા માટે શ્રેષ્ઠ પદ્ધતિ ગોઠવવામાં આવી છે અને ઈજ ઓફ ડુઇંગ બિઝનેસનું ખાસ ધ્યાન રાખી રાજ્યમાં ઉદ્યોગો માટે મૈત્રીપૂર્ણ વાતાવરણનું નિર્માણ કરાયું હોવાનું પણ જણાવ્યું હતું. આ સમિટ માટે ઉચ્ચ અધિકારીઓ-ઉદ્યોગકારોના બનેલાં ૧૦ જેટલાં પ્રતિનિધિ મંડળો જુદા જુદા દેશોની મુલાકાત લઇ આ સમિટ માટે નિમંત્રણો પાઠવ્યા હતા. આ દેશો પૈકી ગુજરાત સાથેના વ્યાપાર સંબંધોને ધ્યાને લઇ પાર્ટનર કન્ટ્રીની પસંદગી કરવામાં આવે છે. આ સમિટ દરમિયાન રૂા.૬૧.૫૩ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

Related posts

કમલમ ખાતે ભાજપ અનુ.જાતિ. મોર્ચાની આગામી કાર્યક્રમોની ચર્ચા માટે બેઠક

editor

ગોધરા પોલીસે ગેરકાયદેસર અનાજની હેરફેર પકડી

editor

શું કોંગ્રેસના GPCC ચીફ હાર્દિક પટેલ ને મનાવવામાં સફળ રહેશે ?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1