Aapnu Gujarat
ગુજરાત

વડોદરા જિલ્લામાં ૩૨૦૧૯ રાંધણગેસ જોડાણો આપવામાં આવ્યા છે : જિલ્લા પુરવઠા અધિકારી

ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રાલયે તા.૨૦મી એપ્રિલના રોજ દેશભરમાં એલપીજી પંચાયતો યોજીને ઉજ્જવલા દિવસ ઉજવવાની સૂચના આપી છે. તેના અનુસંધાને ગ્રામ સ્વરાજ અભિયાનના ભાગરૂપે વડોદરા જિલ્લામાં શુક્રવાર તા.૨૦/૦૪ના રોજ જિલ્લા પુરવઠા વિભાગના સહયોગથી પ્રત્યેક ગેસ વિતરકના ક્ષેત્રમાં એક પ્રમાણે ૩૮ એલપીજી પંચાયતો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના વડોદરા જિલ્લાના નોડલ ઓફિસર શ્રી નીકીશ પરીખે જણાવ્યું હતું કે, આ પ્રત્યેક પંચાયતમાં ૫૦૦ જેટલી મહિલાઓ જોડાય અને ઓછામાં ઓછા ૧૦૦ જેટલા નવા એલપીજી ગ્રાહકોની નોંધણી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની પરિકલ્પનાને સાકાર કરવા અને પરંપરાગત બળતણોના વપરાશને કારણે મેશ-ધુમાડાભર્યા ઘરના વાતાવરણથી માંદગીનો ભોગ બનતી બીપીએલ પરિવારોની મહિલાઓ અને તેમના કુટુંબીજનોની આરોગ્ય રક્ષા માટે રાહતદરે એલપીજી (રાંધણગેસ) જોડાણો આપવાની ઉજ્જવલા યોજના બે વર્ષ પહેલા અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજનાને ખૂબ પ્રોત્સાહક પ્રતિસાદ અને સફળતા મળી છે. એટલે  તેની ત્રીજી વર્ષગાંઠે ઉજ્જવલા યોજનાનો વ્યાપ વધારવાના હેતુથી તેનો વ્યાપક પ્રચાર કરવા અને તેનો લાભ મેળવવાની પ્રક્રિયાથી લોકોને માહિતગાર કરવા એલપીજી પંચાયતો યોજવામાં આવશે.

ઉજ્જવલા યોજનાના પ્રથમ બે વર્ષ દરમિયાન વડોદરા જિલ્લામાં એસઇસીસી યાદીમાં નામ ધરાવતા બીપીએલ પરિવારોને ૩૨૦૧૯ એલપીજી કનેકશન્સ અગ્રતાના ધોરણે આપવામાં આવ્યા છે તેવી જાણકારી આપતાં જિલ્લા પુરવઠા અધિકારી મનીષા બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ઉજ્જવલાના પ્રથમ ફેઝમાં વડોદરા જિલ્લામાં BPL પરિવારોની બહેનોને શુદ્ધ બળતણનો લાભ આપીને તેમની આરોગ્ય રક્ષા કરવાની બાબતમાં ઘણી સારી કામગીરી થઇ છે અને ગેસ વિતરકોએ આ યોજનાને સફળ બનાવવા ખૂબ જહેમત ઉઠાવી છે. હવે નવી છુટછાટો સાથે ઉજ્જવલા-૨ શરૂ થશે એટલે તેનો વ્યાપ વધવાની આશા છે. ગેસ જોડાણ મળવાથી ગરીબ પરિવારોની બહેનોને બળતણ શોધવાની રખડપટ્ટીમાંથી મુક્તિ મળતા તેઓ ફાજલ સમયનો ઉપયોગ આર્થિક પ્રવૃત્તિઓ માટે કરી શકે છે. ઉજ્જવલા યોજના સ્ત્રી સશક્તિકરણનું માધ્યમ બની છે. હવે એસઇસીસી યાદી બહારના એસસી/એસટી પરિવારોને ગેસ જોડાણમાં અગ્રતા મળવાની છે ત્યારે એલપીજી પંચાયતોમાં બહેનો કાસ્ટ સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજો સાથે લાવે એવો તેમણે અનુરોધ કર્યો છે.

Related posts

ગુજરાતમાં ગરમીથી લોકો બેહાલ થયા

aapnugujarat

25 મી તારીખે તાપમાનમાં એક સાથે 4 ડીગ્રીનો વધારો થશે, ફરી હિટવેવની શક્યતાઓ

aapnugujarat

સરકારની શપથવિધિની તડામાર તૈયારીઓ : ગુજરાતનો નાથ કોણ?

aapnugujarat

Leave a Comment

UA-96247877-1