Aapnu Gujarat
રાષ્ટ્રીય

મિશન ૨૦૧૯ને ધ્યાનમાં લઇ કેબિનેટમાં મોટા ફેરફાર કરાશે

મોદી કેબિનેટના વિસ્તરણ પાછળ અનેક કારણો રહેલા છે. કેબિનેટના વિસ્તરણ પાછળ પરફોર્મન્સની સાથે સાથે મિશન ૨૦૧૯ ઉપર પણ નજર છે. કેબિનેટ ફેરફાર પાછળ સૌથી મોટો હેતુ મિશન ૨૦૧૯ છે. કારણ કે, હવે સરકારની અવધિ પૂર્ણ થવામાં બે વર્ષથી પણ ઓછો સમય રહ્યો છે જેથી પહેલા સરકાર એવા રાજ્યોમાં પોતાની પકડને મજબૂત કરવા ઇચ્છુક છે જ્યાં વહેલી તકે વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. રાજીવ પ્રતાપ રુડી કહી ચુક્યા છે કે, તેઓ પાર્ટીના કાર્યકર તરીકે છે અને કોઇપણ જગ્યાએ પોતાની ભૂમિકાને અદા કરવા માટે ઇચ્છુક છે. માલિયન અને રુડીને મોટી ભૂમિકા સંગઠનમાં મળી શકે છે. કેબિનેટમાં ફેરફારનો હેતુ ૨૦૧૯ ચૂંટણી પહેલા પાર્ટીની સ્થિતિને જુદા જુદા રાજ્યોમાં વધુ મજબૂત કરવાની છે. મંત્રી પદ ઉપર માત્ર પરફોર્મન્સના આધાર પર રાખવામાં આવશે નહીં. કેટલાક મંત્રીઓએ પોતે રાજીનામાની ઓફર કરી છે. કારણ કે તેમના ઉપર વધારાની જવાબદારી હતી. ઉમા ભારતી આરોગ્યના કારણોસર રાજીનામુ આપી દેવાની ઇચ્છા વ્યક્ત કરી છે. સુરેશ પ્રભુએ જાહેરરીતે રાજીનામુ આપી દેવાની ઓફર કરી છે. કર્ણાટક, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશના કેટલાક નેતાઓને કેબિનેટમાં જગ્યા આપવામાં આવનાર છે. કારણ કે આ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી વહેલી તકે યોજાનાર છે. આ ફેરફાર માત્ર કેબિનેટમાં જ નહીં બલ્કે સંગઠનમાં પણ કરવામાં આવનાર છે.
કેટલાક પ્રધાનોને ફરીથી સંગઠનમાં લઇ જવામાં આવશે જ્યારે સંગઠનમાં સક્રિય રહેલા કેટલાક લોકોને મોદી સરકારમાં જગ્યા મળી શકે છે. જેડીયુ પહેલાથી જ એનડીએમાં સામેલ છે જેથી તેને બે હોદ્દા આપવામાં આવશે. ગુજરાત ભાજપના ઇન્ચાર્જ ભુપેન્દ્રસિંહ યાદવને પણ કેન્દ્રીય મંત્રી બનાવવાની શક્યતા છે. ગુજરાતમાં ૧૮૨ પૈકી ૧૫૦ સીટ જીતવાની યોજના તૈયાર કરવામાં આવી છે. કર્ણાટકમાંથી ભાજપના નેતા સુરેશ અંગડીને તક મળી શકે છે. હિમાચલમાંથી સત્યપાલ સિંહને જવાબદારી મળી શકે છે.

Related posts

રાજસ્થાનમાં કાર ચાલકે શાળાના છ છાત્રોને કચડ્યાં : પાંચના મોત

editor

બોમ્બે હાઇકોર્ટે ૪૦ વર્ષ મોટા વ્યક્તિ સાથેના સગીરાના લગ્નને માન્ય રાખ્યા

aapnugujarat

Chhattisgarh govt to give sports awards in the name of leaders died in Jhiram Valley attack

aapnugujarat

Leave a Comment

UA-96247877-1