Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારતીય સેનાની તાકાતમાં થશે વધારોઃ ઈસરો મિલિટ્રી સેટેલાઈટ લોન્ચ કરશે

ઈસરો ૮૦૦ કરોડ રૂપિયાના ચંદ્રયાન-૨ મિશન પર કામ કરી રહી છે. આ સેટેલાઈટને ઓક્ટોબરમાં લોન્ચ કરવાનું છે પરંતુ આવનાર કેટલાક મહિનામાં ઈસરો કેટલાક મહત્વપૂર્ણ સેટેલાઈટ પણ લોન્ચ કરવાનું છે.
આ સેટેલાઈટ સામરિક દ્રષ્ટિથી ઘણું મહત્વપૂર્ણ હશે અને ભારતીય સેનાની આંખ બનીને પાડોશી દેશો પર નજર રાખશે. સેટેલાઈટ દ્વારા ધરતી અને સમુદ્રની સરહદો પર બાજ નજર રાખવામાં મદદ મળશે.
ઈસરો જીસેટ-૭એને સપ્ટેમ્બરમાં ભારતીય વાયુસેના આઇએએફ માટે લોન્ચ કરશે ત્યાં આ વર્ષના અંત સુધી સર્વિલાંસ માટે રીસેટ-૨એને લોન્ચિંગ કરવામાં આવશે.
જીસેટ-૭એને જીએસએલવી એમકે૨ રોકેટ સાથે લોન્ચ કરવામાં આવશે.આ વાયુસેના વિભિન્ન ગ્રાઉન્ડ રડાર સ્ટેશનો, એરબેઝ અને એરક્રાફ્ટને ઈન્ટરલિંક કરવાની સુવિધા પૂરી પાડશે. આ આઇએએફની નેટવર્ક-કેન્દ્રિત યુદ્ધ ક્ષમતાઓને પ્રોત્સાહન આપવાની સાથે જ તેમને વૈશ્વિક પરિચાલનમાં વૃદ્ધિ કરશે.આ સેટેલાઈટ જીસેટ-૭ અથવા રૂક્મણિ સમાન જ હશે. જેને ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૩એ લોન્ચ કરવામાં આવ્યુ હતુ. આ વિશેષરીતે નૌસેના માટે હતી. રૂક્મિણી ભારતીય નૌસેનાને હિંદ મહાસાગર ક્ષેત્રને મોનિટર કરવામાં મદદ કરે છે. આ સેટેલાઈટમાં લગભગ ૨૦૦૦ નોટિકલ માઈલ છે. જે નૌસેનાને યુદ્ધજહાજો, સબમરીન અને મરીટાઈમ એરક્રાફ્ટની રીયલ ટાઈમ જાણકારી પૂરી પાડે છે. આ સિવાય આને ઉંડા સમુદ્રમાં સેનાની કાર્યક્ષમતાને વધારવાનું કામ કર્યું છે.

Related posts

૨૮ માસ બાદ મોદી-ઉદ્ધવ એક મંચ ઉપર સાથે દેખાયા

aapnugujarat

Mumbai’s drinking water is the best, Delhi’s worst : Centre

aapnugujarat

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો જારી : લોકોમાં ભારે રોષ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1