Aapnu Gujarat
ગુજરાત

બ્રહ્મસમાજની દીકરીઓ સામે ટિપ્પણી કરવાનાં મામલામાં હાર્દિક વિરૂદ્ધ ગુનો બનતો હોય તો ફરિયાદ નોંધાવો : હાઇકોર્ટ

બ્રહ્મસમાજના લોકો વિશે વાંધાજનક ટિપ્પણી કરવાના પ્રકરણમાં હાર્દિક પટેલની મુશ્કેલીઓ વધી છે. બ્રહ્મસમાજના લોકો વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના કેસમાં પાસના યુવા નેતા હાર્દિક પટેલ વિરૂધ્ધ ફરિયાદ આપવા છતાં ચાંદખેડા પોલીસે ફરિયાદ નહી નોંધતા નારાજ બ્રહ્મસમાજ તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ખાસ ફોજદારી પરચૂરણ અરજી દાખલ કરવામાં આવી હતી જેની સુનાવણીના અંતે જસ્ટિસ જે.બી.પારડીવાલાએ ચાંદખેડા પોલીસને હુકમ કર્યો છે કે, જો પ્રસ્તુત કેસમાં કોગ્નીઝેબલ ઓફેન્સ બનતો હોય તો પોલીસે આ કેસમાં જરૂરી ફરિયાદ નોંધવીે અને જો પોલીસને લાગે કે, આ કેસમાં ફરિયાદ નોંધવાને લાયક કોગ્નીઝેબલ ગુનો બનતો નથી તો, તે માટેના પંદર દિવસમાં કારણો આપવાના રહેશે. હાઇકોર્ટે ચાંદખેડા પોલીસ ઇન્સ્પેકટરને આ સમગ્ર મામલામાં તપાસ કરવા નિર્દેશ કર્યો છે.
થોડા દિવસો પહેલાં પાસના યુવા નેતા હાર્દિક પટેલ દ્વારા એક જાહેર કાર્યક્રમમાં બ્રહ્મ સમાજ વિશે વાંધાજનક અને વિવાદીત ટિપ્પણી કરાઇ હતી. ખાસ કરીને બ્રહ્મસમાજની બે દીકરીઓ વિશે કરાયેલી વિવાદીત ટિપ્પણીને લઇ સમગ્ર બ્રહ્મસમાજમાં હાર્દિક પટેલ અને તેના સમર્થકો વિરૂધ્ધ જોરદાર આક્રોશ ફેલાયો હતો અને બહુ મોટો વિવાદ સર્જાયો હતો.
આ અંગ બ્રહ્મ સંઘર્ષ સમિતિના અભિષેક શુક્લાએ ચાંદખેડા પોલીસમથકમાં હાર્દિક પટેલ અને તેના માણસો વિરૂધ્ધ ફરિયાદ આપી હતી પરંતુ પોલીસે આ અંગેની ફરિયાદ નોંધી ન હતી. પોલીસે આ પ્રકરણમાં માત્ર અરજી જ લીધી હતી. તેથી ૪૫ દિવસની મર્યાદા વીતી જતાં અભિષેક શુકલા દ્વારા ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા અને આ પ્રકરણમાં હાર્દિક પટેલ સહિતના જે કોઇ કસૂરવાર હોય તેઓની વિરૂધ્ધમાં કાયદેસર પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તેવી દાદ માંગવામાં આવી હતી. અરજદારપક્ષ તરફથી પિટિશનમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે પાસના નેતા હાર્દિક પટેલના અનેક કથિત સેક્સ વીડિયો ફરતા થયા હતા, તેના વિવાદમાં હાર્દિક પટેલ દ્વારા બ્રહ્મસમાજના લોકો ખાસ કરીને બે દિકરીઓ વિરૂધ્ધ વિવાદીત ટિપ્પણી કરવામાં આવતાં સમગ્ર બ્રહ્મસમાજની લાગણી દુભાઇ હતી અને બ્રહ્મસમાજમાં ઉગ્ર આક્રોશ ફેલાયો હતો. અરજદારોની માંગણી છે કે, સમગ્ર પ્રકરણમાં હાર્દિક પટેલ વિરૂધ્ધ કાયદેસર એફઆઇઆર દાખલ કરવામાં આવે. હાઇકોર્ટે અરજદારપક્ષની રજૂઆત સાંભળ્યા બાદ ઉપરમુજબ હુકમ કર્યો હતો.

Related posts

દ. આફ્રિકામાં ગુજરાતીની હત્યા

aapnugujarat

AMTSનું ૪૮૮.૦૮ કરોડનું બજેટ મંજુર

aapnugujarat

भारत-बांग्लादेश मैच पर सट्टा लगवाता बुटलेगर गिरफ्तार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1