Aapnu Gujarat
બિઝનેસ

બેંક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નરની પોસ્ટ માટે રઘુરામ રાજનના નામની ચર્ચા

આરબીઆઇના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું નામ બેન્ક ઓફ ઇંગ્લેન્ડના આગામી ગવર્નર તરીકે ચર્ચાઇ રહ્યું છે. યુકેના ચાન્સેલર અને એક્સચેકર ફિલિપ હેમોન્ડે સંકેત આપ્યો કે રાજન હાલના ગવર્નર માર્ક કેર્નીની જગ્યા લઇ શકેછે. બ્લુમબર્ગના એક રીપોર્ટ અનુસાર, હેમોન્ડે જમાવ્યું કે, ’હજુ સુધી ઔપચારિક પ્રક્રિયા શરૂ નથી કરી, પરંતુ સંભવિતોના નામ પર વિચારણા થઇ રહી છે.’માર્ક કેર્નીની ટર્મ જૂન ૨૦૧૯માં પૂરી થાય છે. તે યુકે સેન્ટ્રલ બેન્કના ત્રણ સદીના ઇતિહાસમાં પહેલા વિદેશી ગવર્નર છે.કહેવાય છે કે આરબીઆઇના પૂર્વ ગવર્નર અને યુનિવર્સિટી ઓફ શિકાગોના પ્રોફેસર રઘુરામ રાજન, મેક્સિકન સેન્ટ્રલ બેન્કના પૂર્વ ચીફ ઓગસ્ટિન કાર્સ્ટેન્સના નામ સંભવિત કેન્ડિડેટ્‌સની યાદીમાં છે. કાર્સ્ટેન્સ હાલમાં બેન્ક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્‌સમાં જનરલ મેનેજર છે.
લંડનના ફાઇનાન્શિયલ ટાઇમ્સે પણ બેન્ક ઓફ ઇંગ્લેન્ડના વડા તરીકે સંભવિત ઉમેદવારોમાં રઘુરામ રાજનનું નામ જણાવ્યું છે. આ અખબારમાં આવેલા આર્ટિકલ અનુસાર, ચાન્સેલરે જણાવ્યું છે કે તેઓ ઇન્ટરનેશન મોનેટરી ફંડ જેવા ફોરમ માટેના કેન્ડિડેટ્‌સ માટે વિચારણા શરૂ કરી દીધી છે. હેમોન્ડનું નિવેદન બતાવે છે કે સરકાર બ્રિટિશ સિવાયની વ્યક્તિને નકારશે નહિ. કેમકે યુકે બ્રેક્ઝિટ માટે પોતાને તૈયાર કરે છે ત્યારે તે એવી વ્યક્તિની શોધમાં છે જે વૈશ્વિક મંચ પર અસર પાડી શકે.
ફાઇનાન્શિયલ ટાઇમ્સે સંભવિત ઉમેદવાર તરીકે અન્ય એક ભારતીય શ્રૃતિ વાઢેરાના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. શ્રૃતિ વાઢેરા સેન્ટાન્ડર યુકેના ચેરમેન છે અને ગોર્ડોન બ્રાઉનની સરકારના પૂર્વ બિઝનેસ મિનિસ્ટર હતા.

Related posts

ભારતીયો માટે ટૂંકમાં જ રોજગારીનો વરસાદ થશે

aapnugujarat

FPI દ્વારા ઓગસ્ટમાં કુલ ૭૫૭૭ કરોડ ઠાલવી દેવાયા

aapnugujarat

૨૦૩૦ સુધી ભારત સહિત ૧૦ દેશો અમેરિકાને પછાડી દેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1