Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાને યુએનમાં ફરી આલાપ્યો રાગ કાશ્મીર, ભારત પર લગાવ્યા આરોપ

પાકિસ્તાને માનવાધિકાર પરિષદમાં બેવડો હથકંડો અપનાવતા ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન તરફથી ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. ભારતે બુધવારે જિનેવામાં યુએનમાં ચર્ચા દરમિયાન એમ કહેતા ઓઆઈસીના નિવેદનને ફગાવી દીધું હતું કે ભારતના આંતરીક મામલામાં સંગઠનનો કોઈ આધાર નથી અને પાકિસ્તાન પર માનવાધિકારોની ચિંતાની આડમાં આતંકવાદને પોતાની નીતિ તરીકે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.પાકિસ્તાને ભારતના કાઉન્ટર સ્ટેટમેન્ટનો જવાબ આપતા કુલભૂષણ જાધવનો મામલો ઉઠાવ્યો હતો. જિનેવામાં ભારતીય મિશનના સલાહકાર સુમિત સેઠે કહ્યુ છે કે વિશ્વના એક નિષ્ફળ દેશે લોકશાહી અને માનવાધિકારના પાઠ ભારતને શીખવવાની જરૂરત નથી. એક એવો દેશ જે ખુદ આ મોરચા પર અસફળ રહ્યો છે અને ઓસામા બિન લાદેન જેવા આતંકવાદીઓનું સંરક્ષણ કરે છે. તેમણે કહ્યુ છે કે ગુરુવારે આઈઓસીના નિવેદનમાં ભારતના ઉલ્લેખને નામંજૂર કરે છે.
ભારતના આંતરીક મામલામાં ઓઆઈસીની કોઈ ભૂમિકા નથી. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના મિશનના સેકન્ડ સેક્રેટરી કાજી સલીમ અહમદ ખાને ઓઆઈસી તરફથી સંબોધન કરતા કાશ્મીરને પેલેસ્ટાઈન સાથે જોડવાની કોશિશ કરી હતી. તેમણે ઈઝરાયલી સૈનિકો સાથે ગેરવર્તનના મામલામાં ઈઝરાયલી સૈન્ય અદાલત સમક્ષ સુનાવણીનો સામનો કરી રહેલી ૧૭ વર્ષીય પેલેસ્ટાઈનની કિશોરી અહદ તમિમીને આના સંદર્ભે વાત કરતા કાશ્મીરમાં સુરક્ષાદળો દ્વારા પેલેટ ગનથી કરવામાં આવતા ફાયરિંગમાં એક આંખ ગુમાવી ચુકેલી ૧૬ વર્ષીય કાશ્મીરી યુવતી ઈન્શા મુશ્તાકનો પણ ઉલ્લેખ કર્યો છે.સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની કાયમી પ્રતિનિધિ મલીહા લોધીએ સપ્ટેમ્બરમાં એક ઈજાગ્રસ્ત પેલેસ્ટાઈની કિશોરીની તસવીર દર્શાવીને દાવો કર્યો હતો કે તે કાશ્મીરી છે. આ તસવીર ન્યૂયોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત પણ કરવામાં આવી હતી. બાદમાં બુધવારે જિનેવામાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ ફારુક અમિલે ક્હ્યુ છે કે તે ચિંતિત છે કે ભારત કટ્ટરપંથ અને કોમવાદને પ્રેરીત થઈને રાજકીય આદેશ આપી રહ્યું છે.તેમણે ભારતમાં બીફ વિવાદનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે બીફ લઈ જઈ રહેલા મુસ્લિમોની બેરહેમીથી હત્યા કરી દેવામાં આવે છે. તેના પર સુમિત સેઠે કહ્યુ છે કે વિવિધ આંતરરાષ્ટ્રીય સંગઠનોએ વારંવાર કહ્યું છે કે પાકિસ્તાનમાં કોઈપણ પ્રકારના અપહરણ જેવા અપરાધોને લઈને કોઈ સજા આપવામાં આવતી નથી. ખાસ કરીને બલૂચિસ્તાન, ખૈબર પખ્તૂનખ્વાં અને સિંધમાં લોકોના અપહરણ કરવામાં આવે છે અને તેમની કતલ પણ કરવામાં આવે છે. તેમણે કહ્યુ છેકે પશ્ચિમોત્તર પાકિસ્તાનમાં હાલના અને ભૂતકાળના સશસ્ત્ર સંઘર્ષોના કારણે દશ લાખથી વધારે લોકો વિસ્થાપિત થઈ ચુક્યા છે.

Related posts

Will not allow its soil to be used for any regional conflict, role to de-escalate tensions between US and Iran : Qureshi

aapnugujarat

ચીનમાં વીજ કટોકટી

editor

ટ્રમ્પે ૬ મુસ્લિમ દેશો માટે નવા વિઝા નિયમ બનાવ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1