Aapnu Gujarat
રાષ્ટ્રીય

પરમાણુ સબમરીન પર મહિલા અધિકારીએ ક્રૂ મેમ્બર સાથે બાંધ્યો શારીરિક સંબંધ : નોકરીમાંથી બરતરફ

રેબેકા પર આરોપ છે કે તેમણે પરમાણુ સબમરીન પર તૈનાત એક ક્રૂ મેમ્બર સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.એચએમએસ વિઝિલેન્ટ સબમરીન જ્યારે નોર્થ એટલાન્ટિકમાં તૈનાત હતા ત્યારે રેબેકાને એક ક્રૂ મેમ્બર સાથે વાંધાજનક સંબંધ હતો. એચએમએસ વિઝિલેન્ટ બ્રિટનના ૪ પરમાણુ સંપન્ન સબમરીનમાંથી એક છે જે સક્રિય રીતે યુકેના પરમાણુ યુદ્ધની સ્થિતિમાં સુરક્ષા આપવાના હેતુથી વિકસિત કરવામાં આવી છે.
આ મામલે કમાન્ડર સ્ટુઅર્ટ આર્મસ્ટ્રોન્ગને ગત મહિને જ નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. સબમરીન પર તૈનાત અન્ય ક્રૂ મેમ્બરોએ ૪૧ વર્ષના ડિવોર્સી સ્ટુઅર્ટ આર્મસ્ટ્રોન્ગ વિરુદ્ધ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો.
આ સમાચાર તે સમયે ચર્ચામાં આવ્યા જ્યારે આરોપી મહિલા કર્મચારીની તસવીર જાહેર થઈ. આ ઘટનામાં જ્યારે રિપોર્ટ આવવાની શરૂઆત થઈ ત્યારે સબમરીન નવા પરમાણુ હથિયાર લઈને અમેરિકા તરફ જઈ રહી હતી. આ બંને ઓફિસરો માટે સારી બાબત ના ગણી શકાય.
એચએમએસ વિઝિલેન્ટ પર ખરેખર કંઈક ખોટુ થયુ છે અને અમે તેની જડ સુધી જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.સબમરીન પર મોકલાયેલા બધાં જ ક્રૂ મેમ્બરને તપાસ પૂરી થાય સુધી હટાવી લેવાયા છે.
યુકેમાં અત્યારે પણ સીનિયર ઓફિસરોને તેમના અન્ડર કામ કરનાર સાથેના સંબંધો પર પ્રતિબંધ છે અને સબમરીનને લઈને નો ટચિંગ પોલીસી પણ લાગુ છે. યુકેમાં વર્ષ ૨૦૧૧થી સબમરીન પર જવાની પરવાનગી મળી હતી.

Related posts

बिहार के किसान पंजाब, हरियाणा जाकर मजूदर बन गए : तेजस्वी

editor

Shashi Tharoor gets bail from Delhi court over his alleged ‘scorpion’ remarks referring PM Modi

aapnugujarat

As much as Pak goes downward over Kashmir India’s stand will be more higher: Syed Akbaruddin

aapnugujarat

Leave a Comment

UA-96247877-1