Aapnu Gujarat
ગુજરાત

નરોડા ગામ કેસમાં સાક્ષીઓની જુબાની અંગે દલીલો : ગોધરાકાંડનો બદલો લેવાના ષડયંત્રરૂપે બનાવ બન્યો હતો

ચકચારભર્યા નરોડા ગામ કેસના ટ્રાયલમાં આજે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ(સીટ)ના છ મહત્વના સાક્ષીઓની જે તે વખતે લેવાયેલી જુબાનીને લઇ સરકારપક્ષ દ્વારા આજે અગત્યની દલીલો સ્પેશ્યલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જેમાં મુખ્ય એ રજૂઆત કોર્ટના ધ્યાન પર મૂકાઇ હતી કે, ગોધરાકાંડનો બદલો લેવાના ષડયંત્રના ભાગરૂપે તા.૨૮મી ફેબ્રુઆરીએ નરોડા ગામનો બનાવ બન્યો હતો. આ સાક્ષીઓની જુબાની નહી માનવાનું કોઇ કારણ નથી અને આ ભોગ બનનાર સાક્ષીઓની જુબાનીમાં આરોપીઓની બનાવસ્થળ પર હાજરી, ગુનામાં સંડોવણી સહિતનો પ્રથમદર્શનીય કેસ પુરવાર થાય છે. સ્પેશ્યલ જજ પી.બી.દેસાઇએ સરકારપક્ષની દલીલો નોંધી કેસની વધુ સુનાવણી તા.૨૭મી ઓકટોબર પર મુકરર કરી હતી.
નરોડા ગામ કેસના ટ્રાયલમાં અગાઉ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ(સીટ)ના છ મહત્વના સાક્ષીઓની જે તે વખતે જુબાની લેવાઇ ત્યારે તેમણે આરોપીઓના ગુનાહીત કૃત્ય, બનાવ નજરે જોયાની હકીકત, આરોપીઓની સંડોવણી સહિતની વિગતો કોર્ટના રેકર્ડ પર રજૂ કરી હતી. આ સાક્ષીઓની જુબાનીને લઇ સરકારપક્ષ તરફથી આજે અગત્યની દલીલો કોર્ટ સમક્ષ રજૂ થઇ હતી કે, સીટના આ ખાસ સાક્ષીઓની જુબાની નહી માનવા માટેનું કોઇ કારણ નથી કારણ કે, તેઓની આરોપીઓ માટે કોઇ દુશ્મનાવટ નથી કે, તેઓને કોઇ પૂર્વગ્રહ નથી. આ સાક્ષીઓ ભોગ બનનાર છે અને સમગ્ર બનાવ નજરે જોયો છે. બનાવ વખતે તેઓ મુસ્લિમ મહોલ્લામાં હાજર હતા. તેમની જુબાનીમાં આ જઘન્ય હત્યાકાંડ કેવી રીતે સર્જાયો અને કેવી રીતે લઘુમતી કોમના નિર્દોષ લોકોને રહેંસી નંખાયા તેનો ચિતાર સ્પષ્ટ થઇ જાય છે. તેમની જુબાની પરથી જ સ્પષ્ટ થાય છે કે, તા.૨૭મી ફેબ્રુઆરી,૨૦૦૨ના રોજ બનેલા ગોધરાકાંડનો બદલો લેવા ખતરનાક ષડયંત્રના ભાગરૂપે તા.૨૮મી ફેબ્રુઆરીનો નરોડા ગામનો બનાવ બન્યો હતો. સરકારપક્ષ તરફથી આરોપીઓ વિરૂધ્ધ પ્રથમદર્શનીય કેસ બનતો હોવાની દલીલો કરી સમર્થનમાં ઉપરોકત જુબાનીનો આધાર રજૂ કરાયો હતો.

Related posts

બાકરોલમાં ચાર એકમોને નોટીસ ફટકારાઈ

editor

શ્યામલ ચાર રસ્તા પાસે ભુવો પડ્યો

aapnugujarat

लाल दरवाजा टर्मिनस बिल्डिंग की जगह नई ऑफिस बनेगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1