Aapnu Gujarat
ગુજરાત

દેશમાં દર દસ મિનિટે નવ સાઇબર ક્રાઇમ નોંધાય છે

ડિજિટલાઇઝેશન, ઓનલાઇન, ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના અત્યાધુનિક યુગમાં જેમ જેમ ટેકનોલોજી અને સુવિધાઓ વધી છે ત્યારે સાથે સાથે સાઇબર ક્રાઇમની ઘટનાઓ પણ ચિંતાજનક હદે વધી રહી છે. તે જોતાં હવે સાઇબર સીકયોરીટી પણ ભારે અનિવાર્ય બની છે. ભારતમાં દર દસ મિનિટે ૯ સાઇબર ક્રાઇમ નોંધાય છે. દેશમાં વર્ષ ૨૦૧૬-૧૭માં કુલ ૧.૭૧ લાખ જેટલી સાયબર ક્રાઇમને લગતી ફરિયાદો નોંધાઇ હતી. સાયબર ક્રાઇમ સહિતની સમસ્યાઓના નિવારણ અને તેમાંથી આમજનતાને બચાવવાના ઉમદા આશય સાથે શહેરમાં એક યુવકે અનોખી સાઇબર સીકયોરીટી હેલ્પલાઇનની શરૂઆત કરી છે. અમીગો દ્વારા કોમ્પ્યુટર ક્રાઇમ, સાઇબર ક્રાઇમ, ઇ-ક્રાઇમ, સોશ્યલ મીડિયા એપ્લિકેશન ફ્રોડ, ઓનલાઇન ફાયનાન્શીયલ ફ્રોડ સહિતની કોઇપણ સાઇબર ફરિયાદ અંગે ૧૮૦૦૨૧૨૪૮૬૬ પર કોલ કરી નિરાકરણ મેળવી શકશે. આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાં લોકોના ડિજિટલ બીહેવિયર વિશે રિસર્ચ કરવામાં આવશે અને તેના આધારે સાઇબર સીકયોરીટીની વ્યવસ્થા વધુ સઘન બને તે દિશામાં કામગીરી હાથ ધરાશે. મૂળ દિલ્હીના વતની અને છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયેલા અમિતકુમાર સિંઘે સાઇબર ક્રાઇમના દિન પ્રતિદિન વધી રહેલા આંકડા અને નિર્દોષ લોકો તેનો જે પ્રકારે ભોગ બની રહ્યા છે તેને ધ્યાનમાં લઇ અમીગો દ્વારા લોકોની મદદ માટે આ અનોખી હેલ્પલાઇન શરૂ કરી છે. આ અંગે અમીગો ઇન્કોર્પોરેશનના સીઇઓ અમિતકુમાર સિંઘે એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આજના ઓનલાઇન અને ડિજિટલાઇઝેશના યુગમાં અનેક લોકો પોતાના મોબાઇલ નંબર, ઇમેલ આઇડી, અન્ય ડિજિટલ ડેટા ઓનલાઇન શેર કરતાં હોય છે અને ઘણીવાર તેનો દૂરપયોગ થતો હોય છે. અનઅધિકૃત એક્સેસ અથવા ઉલ્લંઘન વસ્તુઓને હકારાત્મકથી નકારાત્મકતા તરફ લઇ જતુ હોય છે ત્યારે લોકોને એક એવા પ્લેટફોર્મની જરૂર હોય છે કે જયાં તેમને તેમની સાઇબર સમસ્યાનું યોગ્ય નિરાકરણ મળી શકે તે હેતુથી જ અમે સાઇબર સીકયોરીટી કન્સલ્ટીંગ સંગઠન તરીકે ટોલ ફ્રી હેલ્પલાઇન શરૂ કરી છે. જેના મારફતે ૧૦૦ થી વધુ સાઇબર સીકયોરીટી એક્સપર્ટસ સાઇબર સીકયોરીટી, તેના કાયદા અને સેફ્ટી પોઇન્ટ વિશે લોકોને મદદ કરશે. ઓનલાઇન બેંકીંગ હોય કે સોશ્યલ મીડિયા દરેક ક્ષેત્રમાં આજે સાઇબર ક્રાઇમનો ગંભીર ખતરો તોળાઇ રહ્યો છે. લોકો અનેક સાઇબર સમસ્યાઓનો શિકાર બની રહ્યા છે. સોશ્યલ મીડિયામાં પણ અવારનવાર લોકોની વ્યકિતગત માહિતી અને ફોટોગ્રાફ્સનો દુરપયોગ થતો હોય છે ત્યારે તેવા સમયે લોકોને સાઇબર સમસ્યાઓથી બચાવવા અને તેના નિરાકરણ માટે અમીગોની હેલ્પલાઇન બહુ ઉપયોગી સાબિત થશે. અમિતકુમાર સિંઘે ઉમેર્યું હતું કે, તમામ લીગલ સાઇબર સીકયોરીટી કલોઝ અને એકટ સહિતનું એક અદ્‌ભુત પ્લેટફોર્મ અમીગો દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. જેના થકી સાઇબર સીક્યોરીટીમાં ૩૦થી વધુ વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આગામી દિવસોમાં અમદાવાદ શહેરના લોકોના ડિજિટલ બીહેવિયર્સને લઇ રિસર્ચ કરવામાં આવશે કે જેથી સાઇબર સીકયોરીટીને વધુ સઘન બનાવી શકાય અને આ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવી શકાય.

Related posts

मंजूरी बिना रैली करने पर हार्दिक के विरूद्ध शिकायत

aapnugujarat

અમદાવાદમાં 27 વર્ષીય મહિલાનું કોરોનાના કારણે મોત

aapnugujarat

પરેશ ધાનાણી આજે વિપક્ષના નેતા તરીકેનો હવાલો સંભાળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1