Aapnu Gujarat
ગુજરાત

ડાયમન્ડ કિંગ વસંત ગજેરાનો ગેરકાયદેસર ખેડૂતની જમીન પર કબજો

સુરતમાં ડાયમન્ડ કિંગ અને પાટીદાર સમાજના મોભી તરીકે ઓળખાતા વસંત ગજેરાની ઉમરા પોલીસે જમીનના વિવાદમાં અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. હાઈકોર્ટના આદેશ બાદ વેસુ ખાતેના ખેડૂતોની જમીનના વિવાદને લઈ હાલ પોલીસે પૂછપરછ હાથ ધરી છે.. વસંત ગજેરા ઉપર ગેરકાયદેસર ખેડૂતોની જમીન પર કબજો કરવાના મામલે હાઇકોર્ટ તપાસના આદેશ આપ્યા છે. જેના અનુસંધાનમાં ઉમરા પોલીસ દ્વારા વસંત ગજેરાની કલાકો પૂછપરછ હાથ ધરવામાં આવી છે. વર્ષ ૨૦૦૩માં વેસુ વિસ્તારની રૂંઢની જમીન વિવાદનો કેસ રીઓપન થયો છે. ફરિયાદી ખેડૂત વ્રજલાલ નાગજીભાઈ માલાનીની સર્વે નંબર ૪૮૨ વાળી જમીનમાં વિવાદ થતા મામલો કોર્ટમાં ગયો હતો. જ્યાં ખેડૂત સાથે સમાધાન થતા વસંત ગજેરા દ્વારા સી-સમરી ભરી કેસ પૂરો કરી દેવામાં આવ્યો હતો જોકે કેસ પૂર્ણ થઈ જતા ફરિયાદી ખેડૂતે સોનાની લગડી જેવી જમીન પર પોતાની જમીનનો હક્ક મેળવવા ગુજરાત હાઈ કોર્ટમાં રિટ કરી હતી. જેની પર સુનાવણી હાથ ધરાતા હાઇકોર્ટ જણાવ્યું હતું કે આ કેસમાં ગુન્હો દાખલ થઈ શકે છે. જેથી સ્થાનિક પોલીસ આ બાબતે ઠોસ કાર્યવાહી કરે. હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ વસંત ગજેરાને નિવેદન પૂછપરછ માટે મોડી રાતથી પોલીસ મથક લઈ આવી હતી.

Related posts

એફએસએલ કાર્તિના નાર્કો ટેસ્ટ કરવા માટે પૂર્ણ તૈયાર : પ્રદીપસિંહ જાડેજા

aapnugujarat

ડાંગ જિલ્લામાં યોજાશે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા: જિલ્લાની વધુમાં વધુ શાળા/વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે અનુરોધ

aapnugujarat

ગુજરાતમાં કોરોના રિકવરી રેટ ૫૩% વધ્યો

editor

Leave a Comment

UA-96247877-1