Aapnu Gujarat

ટી૨૦માં રોહિત શર્માનું નેતૃત્વ, રાહુલ દ્રવિડનું કોચ પદ જોખમમાં

aapnugujarat

ટી૨૦ વર્લ્ડકપમાં ભારતીય ટીમ છેકે ડેલે હાથ મૂકીને પાછી આવી અને ટીમમાં કોઈ ખાસ પ્રદર્શન પણ જોવા મળ્યું ના હતું જેના કારણે હવે કેપ્ટનશિપ અને ટીમના કોચિંગ પર સવાલો ઉઠી રહ્યા છે. વર્લ્ડકપમાં મળેલી હાર બાદ સિલેક્શન કમિટીને છોડી દેવામાં આવી હતી. હવે ફરી એકવાર આ મામલે ખબરો ગરમી પકડી રહી છે. રિપોર્ટ્‌સ મુજબ બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલની બેઠકમાં કેટલાક બદલાવ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. માનવામાં આવે છે કે બોર્ડની થનારી બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. આ સાથે સ્પિલ કોચિંગ પર પણ વિચાર કરવામાં આવી શકે છે.
એવામાં જો આ ખબર સાચી સાબિત થાય તો રોહિત શર્માની ટી૨૦ ફોર્મેટમાં ઉલટી ગણતરી આજથી શરુ થઈ જશે. માત્ર કેપ્ટનશિપમાં જ નહીં પરંતુ બોર્ડ કોચિંગમાં પણ કેટલાક ફેરફાર કરી શકે છે. જોકે, બેઠક બાદ જાણવા મળશે કે કેપ્ટન અને કોચિંગમાં કેવા પ્રકારના બદલાવ કરવામાં આવે છે.
હાલના ક્રિકેટ જગતમાં અલગ-અલગ ફોર્મેટ માટે અલગ-અલગ કેપ્ટનની નિમણૂકને વધારે સારી માનવામાં આવે છે. જેનું ઉદાહરણ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવી ટીમો છે, જે ટેસ્ટ અને લિમિટેડ ઓવરમાં અલગ-અલગ કેપ્ટન રાખે છે. આ સ્પ્લિટ કેપ્ટનશિપનો ફાયદો પણ જોવા મળે છે. હાલના વર્ષોમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની સફળતાને પણ આ વાત સાબિત કરે છે.
ઈંગ્લેન્ડ માટે લિમિટેડ ઓવરમાં જોસ બટલર ટીમમાં કેપ્ટનની ભૂમિકા ભજવે છે. જ્યારે ટેસ્ટમાં બેન સ્ટોક્સ પાસે જવાબદારી છે. જ્યારે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટની કેપ્ટનશિપ પેટ કમિન્સનને સોંપાઈ છે જ્યારે લિમિટેડ ઓવરની જવાબદારી એરોન ફિન્ચને સોંપાઈ હતી, પરંતુ હવે તેમણે નિવૃત્તિ જાહેર કરી દીધી છે અને તેઓ વનડેમાં કેપ્ટન છે.
આવામાં બીસીસીઆઈ પણ સ્પ્લિટ કેપ્ટનશિપનું ફોર્મેટ ભારતમાં લાગુ કરી શકે છે, જેમાં રોહિત શર્મા પાસેથી કેપ્ટનશિપ લઈને કોઈ બીજા ખેલાડીને આ જવાબદારી સોંપી શકે છે. બોર્ડ અલગ-અલગ ફોર્મેટ માટે અલગ-અલગ કોચ પણ રાખવાનું વિચારી શકે છે. જો આમ થયું તો રોહિત શર્મા અને રાહુલ દ્રવિડની જવાબદારીમાં બદલાવ થઈ શકે છે. બીસીસીઆઈની બેઠક બાદ એ નક્કી થઈ શકે છે કે આગળ શું થશે. પરંતુ હાલ રોહિત પાસે ટી૨૦ની કેપ્ટનશિપ પાછી લેવામાં આવે તો હાર્દિક પંડ્યા મજબૂત દાવેદાર હોવાનું માનવામાં આવે છે. હાર્દિકે પોતાની ફિટનેસ પર કામ કર્યાની સાથે તેની ગેમમાં પણ ઘણો સુધાર જોવા મળ્યો છે.

UA-96247877-1