Aapnu Gujarat
મનોરંજન

ગોવામાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું ઉદ્ઘાટન

ગોવા ખાતે સોમવારે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલનો આરંભ થયો હતો જેમાં દેશનાં જાણીતા કલાકારો અને નેતાઓએ ભાગ લીધો હતો.શાહરૂખ આ ઉદ્ધઘાટન સમારંભમાં હાજર રહ્યો હતો.સુચના પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાનીએ ઉદ્દઘાટન સમારોહને સંબોધન કર્યુ હતું.ગોવાનાં મુખ્યમંત્રી મનોહર પરિકરે આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યુ હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા અભિનેતા રાજકુમાર રાવ અને રાધિકા આપ્ટેએ કર્યુ હતું.
આ કાર્યક્રમમાં એ.આર.રહેમાન, નાના પાટેકર,શ્રીદેવી અને શાહિદ કપુર જેવા કલાકારો હાજર રહ્યાં હતા.વીસમીએ ઉદ્ધઘાટન બાદ પત્રકાર પરિષદોની શરૂઆત ૨૧મી નવેમ્બર, ૨૦૧૭થી થશે. શરૂઆતની પત્રકાર પરિષદ પ્રસિદ્ધ ફિલ્મમેકર માજિદ માજિદીની ફિલ્મ “બેયન્ડ ધ ક્લાઉડ” વિશે યોજાશે. આ પત્રકાર પરિષદને વિશાલ ભારદ્વાજ (સંવાદ લેખક), ઇશાન ખટ્ટર (કલાકાર), માલવિકા મોહનાન (કલાકાર), રેઝા (ઇપી), માજિદ માજિદી (નિર્દેશક), એ. આર. રેહમાન (સંગીતકાર), શરિન મંત્રી (નિર્માતા, નમહ પિક્ચર્સ), સુજય કુટ્ટી (નિર્માતા, ઝી સ્ટુડિયો), કિશોર અરોરા (નિર્માતા, નમહ પિક્ચર્સ) સંબોધિત કરશે. બીજી પત્રકાર પરિષદ “કન્ટ્રી ફોકસ – કેનેડા” પર કેન્દ્રિત હશે. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ પ્રોડ્યુસર્સ એસોસિએશન (એફઆઇએપીએફ) દ્વારા ગ્રેડ “એ”નો દરજ્જો ધરાવતા આ ફેસ્ટિવલમાં ૮૨ દેશોની ૧૯૫ ફિલ્મો પ્રદર્શિત થશે, જેમાં ૧૦ ફિલ્મોનાં વર્લ્ડ પ્રીમિયર્સ યોજાશે, ૧૦ એશિયન અને આંતરરાષ્ટ્રીય ફિલ્મોનાં પ્રીમિયર યોજાશે તથા સત્તાવાર કાર્યક્રમનાં ભાગરૂપે ભારતની ૬૪ ફિલ્મોનાં પ્રીમિયર યોજાશે.ફેસ્ટિવલની શરૂઆત ચર્ચાસ્પદ નવી ફિચર ફિલ્મ “બેયન્ડ ધ ક્લાઉડ”થી થશે, જે પ્રસિદ્ધ ફિલ્મમેકર માજિદ માજિદીની ફિલ્મ છે તથા નમહ પિક્ચર્સ અને ઝી સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે. ફેસ્ટિવલનું સમાપન પાબ્લો સીઝર નિર્દેશિત ઇન્ડો આર્જેન્ટિયન કો-પ્રોડક્શન “થિંકિંગ ઓફ ફિલ્મ”નાં વર્લ્ડ પ્રીમિયર સાથે થશે. જ્યારે પ્રસિદ્ધ અભિનેતા શાહરૂખ ખાન ફેસ્ટિવલનાં ઉદ્ઘાટન સમારંભમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યો હતો તેમજ સમાપન સમારંભમાં પ્રસિદ્ધ અભિનેતા સલમાન ખાન હાજર રહેશે. આ ઉપરાંત મનોરંજન ઉદ્યોગનાં અનેક વ્યાવસાયિકો, આંતરરાષ્ટ્રીય મહેમાનો, મહાનુભાવો અને ફિલ્મ સેલિબ્રિટીઓ ઉપસ્થિત રહેશે.પ્રેસ અને પ્રતિનિધિઓ માટે સ્ક્રીનિંગ ૨૧મી નવેમ્બરથી શરૂ થશે, જેમાં ઇન્ડિયન પેનોરમા સેક્શનનું ઉદ્ઘાટન પણ થશે. આ સેક્શનનું ઉદ્ઘાટન પ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવી કરશે. આ જ દિવસે ઇફ્ફી ૨૦૧૭ કન્ટ્રી ફોકસ ઓન કેનેડાની ભવ્ય રેડ કાર્પેટ સાથે ઉજવણી થશે, જેમાં કેનેડાનાં પ્રસિદ્ધ કલાકારો અને સેલિબ્રિટીઓ સામેલ થશે. કન્ટ્રી ફોકસ કેનેડાનું આયોજન કેનેડાની સરકાર સાથે ટેલીફિલ્મ કેનેડાનાં સહયોગથી કર્યું છે, જેનો વિચાર ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાંથી જન્મ્યો હતો.ઇફ્ફી ૨૦૧૭નાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધા વિભાગમાં રૂ. ૧ કરોડનું કુલ રોકડ ઇનામ છે, જેમાં ચાલુ વર્ષે ગોલ્ડન અને સિલ્વર પીકોક એવોર્ડ માટે સ્પર્ધા માટે શ્રેષ્ઠ ૧૫ ફિલ્મો દર્શાવવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનાં નિર્ણાયકમંડળનું નેતૃત્વ પ્રસિદ્ધ ફિલ્મનિર્માતા મુઝફ્ફર અલી કરશે, જેઓની સાથે નિર્ણાયક મંડળનાં સભ્યોમાં ફેસ્ટિવલ ડિરેક્ટર ઓસ્ટ્રેલિયાનાં મેક્સાઇન વિલિયમ્સન, ઇઝરાયેલનાં એક્ટર-ડિરેક્ટર ત્ઝાહી ગ્રાડ, રશિયન સિનેમાટોગ્રાફર વ્લાદિસ્લાવ ઓપેલીન્ટ્‌સ, બ્રિટનનાં ડિરેક્ટર અને પ્રોડક્શન ડિઝાઇનર રોજર ક્રિશ્ચિયન સામેલ છે.આ વર્ષનાં ફેસ્ટિવલમાં અનેક નવી બાબતો રજૂ થશે. જેમાં ઇફ્ફી ૨૦૧૭માં જેમ્સ બોન્ડ શ્રૃંખલાની પ્રસિદ્ધ ફિલ્મો ખાસ દર્શાવવામાં આવશે. આ સેક્શનમાં જેમ્સ બોન્ડનું આઇકોનિક પાત્ર ભજવનાર વિવિધ અભિનેતાઓને ચમકાવતી કુલ ૯ ફિલ્મો દર્શાવવામાં આવશે. ઉપરાંત ફેસ્ટિવલમાં વેનિસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ સાથે પ્રથમ પ્રકારનાં જોડાણ સ્વરૂપે બાયનલ કોલેજનાં યુવાન ફિલ્મમેકર્સની ૪ ફિલ્મો પ્રસ્તુત થશે. આ વિશે વેનિસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનાં ડિરેક્ટર આલ્બર્ટો બાર્બરાએ કહ્યું હતું કે, “હું સહયોગ માટે ખાસ કરીને ઇફ્ફીનો આભારી છું, જેણે વેનિસ ફિલ્મ ફેસ્ટિવલને બાયનેલ કોલેજ સિનેમાની ફ્રેમમાં નિર્મિત ચાર ફિલ્મો પ્રદર્શિત કરવાની તક આપી છે. આ યોજના પર અમને ગર્વ છે, કેમ કે અમને દુનિયાભરનાં તમામ યુવાન ફિલ્મમેકર્સને સહયોગ મેળવવા સારૂ પરિણામ મળ્યું છે. મને ખાતરી છે કે પ્રતિષ્ઠિત ઇફ્ફીનાં દર્શકો આ નાનાં બજેટની ફિલ્મોની ગુણવત્તાની પ્રશંસા કરશે તથા અમારી બંને સંસ્થાઓનાં સહિયારા પ્રયાસની સરાહના કરશે. હું ઇચ્છું છું કે અમે આ સહયોગ જાળવી રાખીશું, જે સારાં સિનેમા માટેનાં પ્રેમ અને યુવાન પ્રતિભાશાળી ફિલ્મ મેકર્સનાં ઉત્સાહન પર આધારિત છે.”ફેસ્ટિવલની ૨૦૧૭ની એડિશનમાં વર્ચ્યુલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટી એક્ટિવિટીઝની મિક્સ્ડ રિયાલિટી સાઇડબારનું આયોજન પણ થશે તેમજ મનોરંજન ઉદ્યોગનાં દિગ્ગજો દ્વારા શ્રેણીબદ્ધ માસ્ટર ક્લાસ અને પેનલ ડિસ્કશન યોજાશે, જેમાં પ્રસિદ્ધ ફિલ્મનિર્માતાઓ એટોમ ઇગોયાન, શેખર કપૂર, નિતેશ તિવારી અને ફરાહ ખાન તેમજ ઓસ્કાર વિજેતા સાઉન્ડ ડિઝાઇનર ક્રેગ માન સામેલ થશે.ઇફ્ફી ૨૦૧૭માં પ્રતિષ્ઠિત ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડ સુપ્રસિદ્ધ અને મહાન અભિનેતા અમિતાભ બચ્ચને તથા લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ પ્રસિદ્ધ કેનેડિયન ડિરેક્ટર એટોમ ઇગોયાનને એનાયત થશે.

Related posts

પ્રિયંકા ચોપડા સલમાનની સાથે ફરી એકવાર ચમકશે

aapnugujarat

દીપિકા પાદુકોણે ડિપ્રેશનને લઇને કર્યો મોટો ખુલાસો

aapnugujarat

હવે ધડકનની રિમેક ફિલ્મ બનવી જ જોઇએ : શિલ્પા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1