Aapnu Gujarat
Uncategorized

ગીર-સોમનાથમાં કોંગ્રેસનાં સસ્પેન્ડ ધારાસભ્યોના સમર્થકો દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સસ્પેશન પાછું ખેંચવા કરી રજૂઆત

તાજેતરમાં વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ દ્વારા ઉશ્કેરીજનક ગેરવર્તણુંક કરતાં અને અભદ્ર ઉચારણ કરતા ધમાલ મચી જવા પામી હતી ત્યારે સત્તાધારી શાસકો દ્વારા આ ભાજપના ધારાસભ્યને છાવરીને સતના જોરે વિરોધપક્ષના ધારાસભ્યોને દબાવવા પ્રયાસ કરવામાં આવેલ હોય જે લોકશાહી માટે શરમજનક બનતા કોંગ્રેસનાં ધારાસભ્યો પ્રતાપભાઈ દુધાત તથા અમરીશભાઈ ડેરને ગેરબંધારણીય રીતે ૩-વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો એક તરફી નિર્ણય કરાતાં તેનાં ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડેલ હોય જેના ભાગરૂપે આજે ગીર સોમનાથના કોંગ્રેસ અગ્રણીઓ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન સાથે આજ રોજ જીલ્લા કલેકટરને આ સસ્પેશન તાત્કાલીક અસરથી પાછું ખેંચવાં આવેદનપત્ર દ્વારા રજૂઆત કરવામાં આવેલ. આ તકે કોંગ્રેસ અગ્રણીઓ કરશનભાઈ બારડ, ડી.બી.સોલંકી, ભગુભાઈ વાળા, પુંજાભાઈ વાળા, પરબતભાઈ વાળા તેમજ જીલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ ઉષાબેન કુસકીયા દ્વારા જીલ્લા કલેકટરને રજૂઆત કરેલ કે આ લોકશાહી માટે શરમજનક ઘટનાનાં રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે ત્યારે આ એક તરફી અને ગેરબંધારણી રીતે કરેલ નિર્યણ પાછો ખેંચવા ઉગ્ર રજૂઆત કરલ આ આગેવાનો દ્વારા વધુમાં જણાવેલ કે કોંગ્રેસનાં ધારાસભ્યો દ્વારા લોકોના પ્રાણપ્રશ્ને અસરકારક રજૂઆત કરવામાં આવે છે ત્યારે સતના જોરે તેમના અવાજને દબાવી દેવામાં આવી રહ્યો છે. વિરોધપક્ષના ધારસભ્યોને લાંબા સમય સુધી ગૃહની બહાર રાખવામાં આવે અને અટકાવવામાં આવી રહ્યા છે જે લોકશાહી માટે કલંક રૂપ છે. પ્રજાના પ્રશ્નોને વાચા અપાવવી એ ધારાસભ્યોની નૈતિક ફરજ બની રહેલ છે ત્યારે પ્રજાના પ્રાણ પ્રશ્ને અસરકારક રજૂઆત કરવા અટકાવવા તે લોકશાહી માટે ખુબજ શરમજનક ઘટના છે. પ્રજાના સાચા પ્રશ્નોના સાચા સવાલોના જવાબ આપવાની તાકાત ન ધરાવતા સત્તાધારી શાસકો દ્વારા સાચા લોકપ્રતીનીધીને દબાવી દેવા મનસ્વી વલણ અખત્યાર કરીને ગેરબંધારણીય રીતે પક્ષપાતી વલણ અપનાવીને લોકશાહીના અવાજને દબાવી દેવા સસ્પેન્ડ કરવામાં આવે છે જે દુઃખદ ઘટના છે આવી ઘટનાની અમો કડી નિંદા સાથે વખોડી કાઢીએ છીએ અને આ નિર્ણય પાછો ખેંચવામાં આવે અને આ સમગ્ર ઘટનાનાં મુખ્ય જવાબદાર સુત્રધાર એવા ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (પ્રભાસપાટણ)

Related posts

શ્રીરામાનંદાચાર્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશેષ આરતીનું આયોજન કરાયું

aapnugujarat

અમદાવાદ આરટીઓમાં વાહન રજિસ્ટ્રેશન-પાસીંગની રીસીપ્ટ સંદર્ભે ભારે ધાંધિયા

aapnugujarat

ભાલપરા ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં ૫૪૮૫ પ્રશ્નોનો નિકાલ : વ્યક્તિલક્ષી પ્રશ્ર્નોના નિકાલ માટે સેવા સેતુ કાર્યક્રમ શ્રેષ્ઠ છે-શ્રી જશાભાઇ બારડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1