Aapnu Gujarat
ગુજરાત

કેન્દ્રિય નીતિ આયોગ દ્વારા સુચવાયેલા ૪૯ ઇન્ડીકેટર્સ મુજબ મહત્વાકાંક્ષી (Aspirational) જિલ્લા તરીકે નર્મદા જિલ્લાના સર્વાંગી વિકાસની દિશામાં “ટીમ નર્મદા” કટિબધ્ધ

ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં ગત જાન્યુઆરી-૨૦૧૮ ના પ્રથમ સપ્તાહમાં નવી દિલ્હી ખાતે કેન્દ્રિય નીતિ આયોગ દ્વારા જુદા જુદા ક્ષેત્રોમાં નિયત પેરામીટર મુજબ જે તે જિલ્લામાં નિર્ધારીત પરિવર્તન સાથે તેનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી દેશના જુદા જુદા રાજ્યોના જિલ્લા કલેક્ટરશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી કાર્યશિબિરમાં અપાયેલા દિશા નિર્દેશો મુજબ નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લો ઉક્ત દિશામાં કટિબધ્ધ બન્યો છે.

 અત્રે એ ઉલ્લેખનીય છે કે, દેશના ૧૧૫ જિલ્લાની થયેલી ઘોષણામાં ગુજરાતના નર્મદા અને દાહોદ એમ બે જિલ્લાનો તેમાં સમાવેશ કરાયો છે. કેન્દ્રિય નીતિ આયોગ દ્વારા થયેલી આ ઘોષણા સંદર્ભે કેન્દ્રિય કૃષિ મંત્રીશ્રી પુરૂષોત્તમભાઇ રૂપાલા તેમજ કેન્દ્રિય કોલસા વિભાગના અધિક સચિવશ્રી અને નર્મદા જિલ્લાના જિલ્લાના પ્રભારી સચિવશ્રી આર.પી. ગુપ્તા દ્વારા જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠકો યોજીને Aspirational જિલ્લા તરીકે નર્મદા જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ-સિંચાઇ-પશુપાલન, પોષણ, નાણાંકીય સમાવેશક અને કૌશલ્ય વિકાસ તેમજ માળખાકીય સુવિધાઓ ક્ષેત્રે જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિ અને ઉપલબ્ધિઓ અંગે ઉંડુ ચિંતન કરાયું હતું અને તેમાં ખુટતી કડીઓ-સુવિધાઓની ઉપલબ્ધિ માટે કેન્દ્રિય નીતિ આયોગ દ્વારા સૂચવાયેલા જુદા જુદા ૪૯ જેટલા ઇન્ડીકેટર્સ મુજબ સમયબધ્ધ એક્શન પ્લાન ઘડી કાઢવાના અપાયેલા દિશા-નિર્દેશો મુજબ ટીમ નર્મદા” એ ટ્રાન્સફોર્મેશન ઓફ એસ્પાયરેશનલ ડિસ્ટ્રીક્ટ-નર્મદાનો ૨૦૧૮-૨૦૨૨ નો એક્શન પ્લાન” ઘડી કાઢાયો છે.  આજે તા.૨૫ મી માર્ચના રોજ કેન્દ્રિય નીતિ આયોગ દ્વારા ટ્રાન્સફોર્મિંગ ઇન્ડીયા બાય-૨૦૨૨ અંતર્ગત ટ્રાન્સફોર્મેશન ઓફ અસ્પાયરેશનલ ડિસ્ટ્રીક્ટ–નર્મદા માટેની યોજનાઓના અમલીકરણ અંગે રાજપીપલામાં ટાઉનહોલ ખાતે બપોરે આયોજિત સમારોહ-સંમેલનમાં આ એક્શન પ્લાનનું લોન્ચીગ કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ અને માહિતી-પ્રસારણ મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાનીના હસ્તે થશે. તેની સાથોસાથ HTC હેન્ડબુક અને ગુજરાતી-દેહવાલી, આંબુડી શબ્દકોષનું વિમોચન પણ થશે. આ અગાઉ સવારે કેવડીયા કોલોનીના વીવીઆઇપી સરકીટ હાઉસ ખાતે કેન્દ્રિય મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાની જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજીને ટ્રાન્સફોર્મેશન ઓફ એસ્પાયરેશનલ ડિસ્ટ્રીક્ટ-નર્મદાના ૨૦૧૮-૨૦૨૨ ના એક્શન પ્લાનઅંગે ચર્ચા-વિચારણા કરી સમીક્ષા કરશે.

અત્રે એ નોંધવુ જરૂરી છે કે, કેન્દ્રિય નીતિ આયોગના પેરામીટર મુજબ નક્કી કરાયેલા નર્મદા જિલ્લાના જુદા જુદા ૬ જેટલા ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસ માટેના ડેટા મોનીટરીંગના વેબ-પોર્ટલ સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના નેતૃત્વ હેઠળ અને નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટરના ગુજરાત ખાતેના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (સ્ટેટ ઇન્ફોર્મેટિક ઓફિસર) શ્રી ડી.કે. ઝાલાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓને આ દિશામાં પ્રત્યક્ષ માર્ગદર્શન પણ અપાયું છે. આમ, કેન્દ્રિય નીતિ આયોગ દ્વારા નક્કી કરાયેલા કી પર્ફોમન્સ ઇન્ડીકેટર ઉપર જિલ્લા વહિવટીતંત્રનું ફોકસ રહેશે.

જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા દ્વારા ટ્રાન્સફોર્મેશન ઓફ અસ્પાયરેશનલ ડિસ્ટ્રીક્ટ સ્કીમ અંતર્ગત કુલ- ૫ સેક્ટરના તેના KEY PERFORMANCE INDICATORS (KPIs)” સંબંધી કામગીરી-અમલીકરણ માટે ત્રિસ્તરીય માળખાના તાલુકાકક્ષાના નોડલ અધિકારીઓની નિયુક્તિ કરાઇ છે. તૃતીય સ્તરના જિલ્લાકક્ષાના તૈયાર કરાયેલા માળખામાં નોડલ – મદદનીશ નોડલ અધિકારીઓને પણ નિયુક્ત કરાયાં છે. તદ્ઉપરાંત નર્મદા ટ્રાન્સફોર્મેશન કોર્પ્સ (NTC) જિલ્લાસ્તરનું માળખું વધુ સક્ષમ બનાવવા અને તમામ સેક્ટરમાં છેવાડા સુધી અમલવારી થાય તે માટે જિલ્લાના યુવાધનના માધ્યમથી વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરીને જિલ્લામાં KEY PERFORMANCE INDICATORS (KPIs)” માં ગુણાત્મક સુધારો લાવવા NTC ની રચના કરાઇ છે, જેના થકી આરોગ્ય-શિક્ષણ જેવા ક્ષેત્રોને પ્રાધાન્ય આપીને મહત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે અને તે માટે પણ જિલ્લાકક્ષાના નોડલ ઉપરાંત તાલુકાકક્ષાએ પણ નોડલ અધિકારીઓની નિયુક્તિ કરીને તે અંગેની જવાબદારીઓ સોંપાઇ છે.

નર્મદા જિલ્લામાંથી રોજગારી મેળવવા બાબતે ખેતમજૂરી, અભ્યાસ, ડ્રાઇવીંગ, શિક્ષણ, વેપાર, સામાજિક કારણોસર, શેરડી કાપણી, હીરા ઘસવા, સુગર ફેક્ટરી, ઇંટોના ભઠ્ઠા તેમજ અન્ય કામની મજૂરી અર્થે સ્થળાંતર થયેલ વ્યક્તિ-સમૂહને લીધે આરોગ્ય, પોષણ, શિક્ષણ જેવી દિશાના ઇન્ડીકેટરનો આંક ઉંચો લઇ જવામાં થઇ રહેલી વિપરીત અસરને લીધે આ વ્યક્તિ-સમૂહ પરિવારોનું સર્વે પણ હાથ ધરીને તેનામાં ગુણાત્મક સુધારો લાવી શકાય તેવા ઘનિષ્ઠ પ્રયાસો હાથ ધરાયાં છે.

આમ, જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા દ્વારા કેન્દ્રિય નીતિ આયોગના દિશા-નિર્દેશો મુજબ નર્મદા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે જિલ્લાની સુક્ષ્માતિસુક્ષ્મ બાબતોને લક્ષમાં લઇને આ દિશામાં કામગીરી વધુ અસરકારક અને પરિણામલક્ષી બની રહે તેવા પગલાંઓ સાથે દર સોમવારે “ટીમ નર્મદા” સાથે સાપ્તાહિક બેઠક યોજીને તે અંગેની વિસ્તૃત સમીક્ષા કરવાની સાથોસાથ નીતિ આયોગ અને પ્રથમ સ્તરમાં સમાવિષ્ટ પ્રભારીશ્રીઓ દ્વારા મળતી અદ્યતન સુચનાઓ મુજબ તેની અમલવારી સંદર્ભે ચર્ચા-વિારણા કરીને “ટીમ નર્મદા” ને માર્ગદર્શન પુરૂં પાડીને તેઓશ્રી જિલ્લાનું નેતૃત્વ કરી રહ્યાં છે.

Related posts

નર્મદા જિલ્લામાં ચારથી વધુ વ્યક્તિઓની કોઇ મંડળી-સરઘસ માટે મનાઇ

aapnugujarat

એટીએમ મશીનથી ચોર ચોર અવાજ આવતાં ચોર ભાગ્યાં

aapnugujarat

ગુજરાત સ્થાપના દિનને લઇ ને પાટણના જૂના હયાત માર્ગો પર ડામરનું લેયર પાથરવામાં આવ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1