Aapnu Gujarat
બ્લોગ

કૃષિ, ખેતી કરવામાં યુવાનોને રસ ઓછો : રિપોર્ટ

ઓર્ગેનિક ખેતી અને હેલ્થી ફુડિંગના વધતા પ્રવાહના કારણે દેશના કૃષિ ક્ષેત્રમાં રોજગારની તકોમાં ઉલ્લેખનીય વધારો થઇ રહ્યો છે પરંતુ આ ક્ષેત્રમાં યુવાનોને વધારે રસ દેખાઇ રહ્યો નથી. રોજગારીની તક વધી રહી હોવા છતાં આ ક્ષેત્રમાં પ્રવેશ કરવાની યુવાનોની ઇચ્છા ઓછી છે. કૃષિના ક્ષેત્રમાં યુવાનોનો ઉત્સાહ ઘટતા સરકાર પણ ચિંતાતુર દેખાઇ રહી છે. ઓનલાઇન જોબ સર્ચ પ્લેટફોર્મ ઇંડિડ ડોટ કોમ દ્વારા ગઇકાલે જ જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યુ છે કે ગયા વર્ષે જાન્યુઆરીથી લઇને ડિસેમ્બર વચ્ચેના ગાળામાં જ કૃષિ સંબંધિત નોકરીને લઇને સર્ચ ટકાવારી ૨૫ ટકા રહી છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યુ છે કે ભારતીય ખેડુતો ખેતી કરવા માટે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. સરકારે પણ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે પગલાની અને રાહતોનો વરસાદ કર્યોહતો. જેના કારણે વિકાસની તકો વધી ગઇ છે. સરકારનુ લક્ષ્ય ૨૦૨૨ સુધી ખેડુતોની આવકને બે ગણી કરવાનો છે. આર્થિક સર્વેમાં પણ આ બાબત સપાટી પર આવી છે. આર્થિક સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષે કૃષિ ક્ષેત્રમાં ૨.૧ ટકાના દરે વધારો થવાના સંકેત દેખાઇ રહ્યા છે.
દેશભરમાં નોકરીની સુરક્ષા, ક્ષેત્રમાં રોજગારી સંબંધિત જાગૃતતા અને કુશળ લોકોની કમીના કારણે કૃષિ ક્ષેત્રમાં યુવાનોનો રસ ઘટી રહ્યો છે. અલબત્ત ૩૧ વર્ષથી લઇને ૩૫ વર્ષની વયના લોકો આ ક્ષેત્રની પ્રત્યે ખુબ ઉત્સાહ દર્શાવી રહ્યા છે. યુવાનો માહિતી મેળવવા માટે આગળ આવી રહ્યા છે. કૃષિ ક્ષેત્રને લઇને વધુને વધુ પ્રોત્સાહન મળે તે જરૂરી છે.

Related posts

સરકારની નવી યોજના

aapnugujarat

क्या विधायक व पूर्व विधायक में पीटाई का वायरस फैल रहा है ?

aapnugujarat

રામ મંદિરનો મુદ્દો હાલ પડતો મુકાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1