Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એસસી-એસટી એક્ટના નિર્ણય પર રાહુલ ગાંધીનું વિરોધ પ્રદર્શન

એસસી-એસટી અધિનિયમને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કૉંગ્રેસે સંસદ પરિસરમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં પ્રદર્શન કર્યું હતું. કૉંગ્રેસે સરકાર પર યોગ્ય રીતે પોતાની વાત નહીં રજૂ કરવાનો આરોપ લગાવ્યો છે અને માગ કરી છે કે તે એસી-એસસી એક્ટ બદલવા માટે રિવ્યૂ પીટિશન કરે. આ પ્રદર્શનમાં કૉંગ્રેસના મલ્લિકાર્જૂન ખડગે, ગુલામ નબી આઝાદ, જ્યોતિરાદિત્ય સિંધિયા, કુમારી શેલજા અને એકે એન્ટની જેવા મોટા મોટા નેતાઓ સામેલ થયા હતા.સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું હતું કે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ ૧૯૮૯ અંતર્ગત આ પ્રકારના કેસમાં હવે તાત્કાલીક ધરપકડ કરવામાં નહીં આવે. ધરપકડ પહેલા આરોપની તપાસ જરૂરી છે. ધરપકડ પહેલા જામીન પણ આપી શકાય છે. કોઈ સરકારી અધિકારીની ધરપકડ પહેલા તેના ઉચ્ચધિકારીની મંજૂરી જરૂરી હશે.કૉંગ્રેસે અગાઉ પણ કોર્ટના નિર્ણય પર વાંધો ઉઠાવતા કહ્યું હતું કે એસટી અને એસસી વર્ગના સંરક્ષણ માટે કૉંગ્રેસ સરકાર ૧૯૮૯માં અધિનિયમ લાવી હતી. પરંતુ મોદી સરકાર એક ષડયંત્ર દ્વારા તેને ખતમ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સરકારે રાષ્ટ્રહિત અને સમાજહિત માટે આ મામલે પુનર્વિચાર કરવો જોઈએ. અને કોર્ટમાં સમીક્ષા અરજી કરવી અથવા તો અધિનિયમમાં સુધારો કરવો જોઈએ.

Related posts

રક્ષા મંત્રાલયે પ્રોજેક્ટ-૭૫ ઇન્ડિયા હેઠળ ૬ સબમરીનના નિર્માણને મંજૂરી આપી

editor

૧ ડિસેમ્બરથી ઓટીપી દ્વારા આધાર કાર્ડ લિંક કરી શકાશે

aapnugujarat

आतंकवाद मानव मूल्यों का सबसे बड़ा दुश्मनः पीएम मोदी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1