Aapnu Gujarat
રમતગમત

એમએસ બાદ ડીકે ફિનિશર બનવાની તરફ વધી રહ્યો છે

એમએસ તરીકે ક્રિકેટ ચાહકોમાં લોકપ્રિય મહેન્દ્રસિંહ ધોની ભારતીય ક્રિકેટ ટીમના ફિનિશર તરીકે વર્ષોથી રહ્યો છે. હજુ પણ તેને દુનિયાના સર્વશ્રેષ્ઠ ફિનિશર તરીકે ગણવામાં આવે છે. એમએસ બાદ હવે ડીકે એટલે કે દિનેશ કાર્તિક પણ ફિનિશર તરીકે ઉભરી રહ્યો છે. મુશ્કેલ તબક્કાની મેચોમાં જીતવાની કલાકારીને ફિનિશર તરીકે ગણી શકાય છે. હરીફ ટીમો દ્વારા લગભગ જીતી ચુકેલી મેચોને છેલ્લી ઘડીએ જીતી લાવવાની કુશળતા ફિનિશરોની રહી છે. મહેન્દ્રસિંહ ધોની આમા સૌથી કુશળ બેટ્‌સમેન તરીકે રહ્યો છે. ધોની બાદ હવે દિનેશ કાર્તિક પણ ફિનિશર તરીકે ઉભરી ચુક્યો છે. રવિવારના દિવસે બાંગ્લાદેશ સામે દિનેશ કાર્તિકે જોરદાર કલાકારી કરીને ભારતીય ટીમને જીત અપાવી હતી. કાર્તિક છેલ્લા ૧૪ વર્ષથી ભારતીય ટીમની અંદર અને હાર થતો રહ્યો છે. બાંગ્લાદેશ સામે રવિવારે પ્રતિષ્ઠિત મેચમાં છેલ્લા બોલે છગ્ગો ફટકારીને ભારતને દિનેશ કાર્તિકે જીત અપાવી હતી. સાથે સાથે લાજ પણ બચાવી હતી. આની સાથે જ તમિળનાડુનો આ વિકેટકીપર બેટ્‌સમેન ફરી એકવાર ચાહકોમાં છવાઈ ગયો છે. વનડે ક્રિકેટમાં હવે દિનેશ કાર્તિક વિકેટકીપર બેટ્‌સમેનની જગ્યા માટે વિકલ્પ બની શકે છે કેમ તેની ચર્ચા છેડાઈ રહી છે. એમએસ ધોની હાલમાં ફોર્મમાં ચાલી રહ્યો નથી ત્યારેવર્ષ ૨૦૧૯ના વર્લ્ડકપમાં તેના વિકલ્પ ઉપર પણ દિનેશ કાર્તિકની ગણતરી થઇ શકે છે. સ્થાનિક ક્રિકેટમાં ૨૦૦૦૦થી પણ વધુ રન કરી ચુકેલા દિનેશ કાર્તિકે નવી ચર્ચા જગાવી દીધી છે. દિનેશ કાર્તિકે પહેલા પણ રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઈ ઇન્ડિયન્સ સમક્ષ આવો જ દેખાવ કર્યો છે. તમિળનાડુના આ બેટ્‌સમેને સંકેત આપી દીધા છે કે, આગામી દિવસોમાં તેની બોલબાલા રહી શકે છે. દિનેશ કાર્તિકે છેલ્લી છ ઇનિંગ્સમાં ક્રમશઃ ૫૦, ૩૭, ૬૪, ૪, ૦ અને ૨૬ રન કર્યા છે. ૩૨ વર્ષીય આ ખેલાડીએ દક્ષિણ આફ્રિકામાં છ વનડે મેચો પૈકી એક પણ વનડે મેચમાં ભાગ લીધો ન હતો પરંતુ હવે તે ક્રિકેટ પસંદગીકારો સમક્ષ નવી સમસ્યા ઉભી કરી શકે છે. દિનેશ કાર્તિક કેટલાક રેકોર્ડ પોતાની રીતે જ ધરાવે છે. ૩૨ વર્ષીય આ ખેલાડી ભારતીય ક્રિકેટ ટીમના પ્રવેશના વર્ષ તરીકે જોવામાં આવે તો તેને સિનિયર મોસ્ટ ક્રિકેટર તરીકે જોઈ શકાય છે. ટેસ્ટ ક્રિકેટમાં એન્ટ્રી નવેમ્બર ૨૦૦૪માં, વનડે ક્રિકેટમાં એન્ટ્રી સપ્ટેમ્બર ૨૦૦૪માં અને ટી-૨૦ ક્રિકેટમાં એન્ટ્રી ડિસેમ્બર ૨૦૦૬માં કરી હતી. કાર્તિકે જુદી જુદી ફોર્મેટમાં મેચો રમી છે. અનેક વખત વાપસી કરી છે. તેના રેકોર્ડ આ અંગેની વાત કરે છે.

Related posts

शमी की मैल्कम मार्शल से तुलना

aapnugujarat

ભાજપ દિલ્હીમાંથી ગૌત્તમ ગંભીરને ઉતારશે ચૂંટણીના મેદાનમાં

aapnugujarat

हितों का टकराव : 26 सितंबर को आचरण अधिकारी के समक्ष पेश होंगे द्रविड़

aapnugujarat

Leave a Comment

UA-96247877-1