Aapnu Gujarat
ગુજરાત

ઉકાઇ ડેમમાં પાણીની ૩૨ ટકા ઘટ

ઉકાઈ બંધના ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આ વર્ષે ઓછા વરસાદથી તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે. અગાઉનાં વર્ષની સરખામણી કરતા આ વર્ષે ડેમમાં ૩૨ ટકા જેટલું ઓછું પાણી છે. જેને પગલે તંત્ર સહીત ખેડૂતોમાં ચિંતા નું મોજું ફળી વળ્યું છે.
ઉકાઈ ડેમમાં આ વર્ષે પાણીનો જથ્થો ૩૨ ટકા જેટલો ઓછો છે. ઉકાઈ ડેમ પર સુરત ઉપરાંત તાપી, નવસારી, વલસાડ, બારડોલી સહીતના ખેડૂતો નિર્ભર છે. ત્યારે ખેતી, ઉદ્યોગો અને શહેરોમાં પાણીનો થઈ રહેલો વેડફાટ નહિ અટકાવાય તો આગામી દિવસોમાં પાણીની સમસ્યા વકરતી જશે. ઉપરવાસમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદ ઓછો પડયો છે. જેથી ઉકાઈ ડેમમાં પાણીની આવકની ગત વર્ષની સરખામણીએ વાત કરીએ તો ગત વર્ષે ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૭ના દિવસે ડેમ નું લેવલ ૩૩૧.૯૬ ફૂટ હતું. પાણીનો જથ્થો ૭૧ ટકા હતો ત્યારે આ વર્ષેની વાત કરીએ તો હાલ ઉકાઈ ડેમની સપાટી ૩૧૨.૪૬ ફૂટ છે અને જથ્થો માત્ર ૩૯ ટકા જ રહ્યો છે. પરંતુ અધિકારીઓના કહેવા મુજબ જૂન સુધી પાણી ન ઘટે અને જો વરસાદની શરૂઆત મોડી થઇ તો કપરી પરિસ્થિતિ નું નિર્માણ થશે. ઉકાઈ ડેમમાં આ વર્ષે પાણીનો સંગ્રહ ઓછો હોવાને કારણે તંત્ર સહીત ખેડૂતો પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ અધિકારીઓ લોકોને પાણીનો વપરાશ વ્યયવસ્થિત પૂર્વક કરવા અપીલ કરી રહ્યા છે.

Related posts

રાજકોટમાં જાહેરમાં ઘાસચારો વેચવા પર કાર્યવાહી થશે

aapnugujarat

સુરેન્દ્રનગરમાં ફોટાવાળી મતદાર યાદીના ખાસ સુધારણા અંતર્ગત મતદાન મથકોનું પુનર્ગઠન

editor

રામોલમાં ગેંગવોરમાં એકની ક્રૂર હત્યા થતાં ભારે તંગદિલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1