Aapnu Gujarat
મનોરંજન

આમીર ખાનની સાથે બીજી ફિલ્મ મળતા કેટરીના ખુશ

ખુબસુરત કેટરીના કેફ હાલમાં ખુબ જ ખુશ દેખાઇ રહી છે. કારણ કે તેને ધુમ ફિલ્મ બાદ આમીર ખાન સાથે બીજી ફિલ્મ મળી ગઇ છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન નામની ફિલ્મ સાતમી નવેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મનુ શુટિંગ હાલમાં ચાલી રહ્યુ છે. આમીર અને અમિતાભ બચ્ચનની મુખ્ય ભૂમિકા છે. જ્યારે શાહરૂખ ખાન મહેમાન કલાકાર તરીકે છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન નામની ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવી ચુક્યુ છે. આમીર ખાન અને અમિતાભ બચ્ચન અભિનિત આ ફિલ્મ હોવાથી તમામ ચાહક વર્ગમાં આની ચર્ચા જોવા મળી રહી છે. મોટા બેનરની આ ફિલ્મને હાંસલ કરવા માટે તમામ ટોપની અભિનેત્રીઓ વચ્ચે સ્પર્ધા ચાલી રહી હતી. આખરે કેટરીના કેફે બાજી મારી હતી.માર્ચ મહિનામાં આ ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવ્યુ હતુ. યશરાજ બેનરની ફિલ્મ હોવાના કારણે ફિલ્મમાં તમામ સારી બાબતોને ઉમેરી દેવામાં આવનાર છે.
ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં આમીર ખાન અને અમિતાભ બચ્ચનની પસંદગી કરવામાં આવ્યા બાદ આલિયા ભટ્ટના નામ પર સૌથી પહેલા ચર્ચા કરવામાં આવી હતી. આલિયાને ફિલ્મમાં લેવાના મુદ્દે આમીર ખાન અને ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપડાની વચ્ચે ચર્ચા થઇ હતી. આમીરે ભારપૂર્વક કહ્યુ હતુ કે ફિલ્મમાં આલિયા ભટ્ટને જ લેવામાં આવે. જ્યારે આદિત્ય બેફિકરે ફિલ્મની અભિનેત્રી વાણી કપુરને ફિલ્મમાં લેવા માટેનો નિર્ણય કરી ચુક્યા હતા. મોડેથી જાણવા મળ્યુ કે આલિયા પાસે તો સમય નથી. વાણીના નામ પર પણ વિરામ મુકાઇ જતા આખરે કેટરીના કેફને લેવામાં આવી હતી. કેટરીનાની કેરિયર ફરી એકવાર તેજીમાં આવી ગઇ છે. કારણ કે તેની સલમાન ખાન સાથેની છેલ્લી ફિલ્મ ટાઇગર જિન્દા હે બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. કેટરીના કેફ ધુમ સિરિઝની છેલ્લી ફિલ્મમાં આમીર ખાનની સાથે દેખાઇ હતી. જે રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી.

Related posts

રાયન સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાએ મને મારા બાળકોની સલામતી વિશે ડરાવી દીધો છે : સંજય દત્ત

aapnugujarat

સંજય દત્ત પરની ફિલ્મ સંજુ ૨૯ જુને રજૂ કરવા તૈયારી

aapnugujarat

મૌની રોય રણબીર સાથેની ફિલ્મને લઇ ઉત્સાહિત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1