Aapnu Gujarat
રમતગમત

આઈપીએલમાં પહેલી વખત ડીઆરએસનો ઉપયોગ કરવામાં આવશે

આઈપીએલના ચેરમેન રાજીવ શુક્લાએ બુધવારે જાહેરાત કરી હતી કે, આઈપીએલમાં પહેલી વખત ડીઆરએસનો ઉપયોગ કરવામાં આવશે. આઈપીએલની સિઝન ૧૧ માટે પહેલી વખત ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (ડીઆરએસ)નો ઉપયોગ કરવામાં આવશે. પાકિસ્તાન ક્રિકેટ લીગ બાદ ડીઆરએસનો ઉપયોગ કરનારા આ બીજી ક્રિકેટ લીગ બનશે.બીસીસીઆઈ દ્વારા છેલ્લાં ઘણા સમયથી આ વ્યવસ્થાનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો તેના કારણે જ આઈપીએલમાં અત્યાર સુધી તેનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. બીસીસીઆઈએ ૨૦૧૬માં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં પહેલી વખત સહમતી સાધવામાં આવી હતી. આ સિસ્ટમનો ઉપયોગ આઈપીએલમાં કરવો કે નહીં તે મુદ્દે ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી.તે ઉપરાંત ત્રણ મહિના પહેલાં વિશાખાપટ્ટનમ ખાતે એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ૧૦ ડોમેસ્ટિક અમ્પાયરો માટે ડીઆરએસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અમ્પાયર્સ આ વખતની સિઝનમાં અમ્પાયરિંગ કરવાના હોવાથી તેમના ઉપર પસંદગી ઉતારવામાં આવી હતી. આ વર્કશોપમાં આઈસીસી અમ્પાયર કોચ ડેનિસ બર્ન્સ અને ઓસ્ટ્રેલિયાના અમ્પાયર પોલ રાઈફલે હાજરી આપી હતી. તેમણે ભારતીય અમ્પાયર્સને આ મુદ્દે તાલિમ આપી હતી અને સિસ્ટમ કેવી રીતે કામ કરે છે તેની પણ સમજ આપી હતી.બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે, બોર્ડ ઘણા સમયથી ડીઆરએસ સિસ્ટમ લાગુ કરવા અને તાકીદે તેનો ઉપયોગ કરવા વિચારી રહ્યું હતું. ખાસ કરીને આઈપીએલમાં તેનો ઉપયોગ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય ટીમ છેલ્લાં દોઢ વર્ષથી આંતરરાષ્ટ્રીય મેચમાં તો ડીઆરએસનો ઉપયોગ કરતી જ આવી છે. તેથી ખેલાડીઓ પાસે મહાવરો છે.ઉલ્લેખનીય છે કે, બીસીસીઆઈ દ્વારા ઘણા વખતથી ડિસિઝન રિવ્યૂ સિસ્ટમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. બોર્ડે અનેક પ્રસંગે જણાવ્યું છે કે, આ સિસ્ટમ અયોગ્ય છે. તેની ટેક્નિક પણ યોગ્ય નથી. આ રીતે નિર્ણય લેવામાં ઘણી વખત અન્યાય થાય છે. તેના કારણે જ બીસીસીઆઈ દ્વારા તેનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો. બીસીસીઆઈએ છેલ્લાં દોઢ વર્ષથી ભારતીય ટીમને આંતરરાષ્ટ્રીય સ્તરે આ નિયમ અનુસાર રમવાની પરવાનગી આપી હતી. ભારતમાં તેનો વિગતવાર અમલ કેવી રીતે અને ક્યારે કરવે તે અંગે અવઢવ ચાલી રહી હતી. આઈપીએલમાં તેના ઉપયોગ બાદ બીસીસીઆઈ તમામ સ્તરે રમાતા ક્રિકેટમાં તેનો ઉપયોગ કરે તેવી આશા સેવાઈ રહી છે.ઉલ્લેખનીય છે કે, આ સિઝનની શરૂઆત ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને બે વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની પહેલી જ ટક્કરથી થશે. સાત એપ્રિલના રોજ વાનખેડે સ્ટેડિયમ મુંબઈ ખાતે બંને દિગ્ગજ ટીમો ટકરાશે. દુનિયાની સૌથી સમૃદ્ધ અને સફળ ક્રિકેટ લીગ ગણાતી આઈપીએલ ૭ એપ્રિલથી ૨૭ મે સુધી સતત ૫૧ દિવસ ભારતમાં ટી-૨૦ ક્રિકેટનો મહાકુંભ યોજાશે. સ્પોટફિક્સિંગના કારણે બે વર્ષનો પ્રતિબંધ ભોગવી રહેલી રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ જેવી ફ્રેન્ચાઈઝીઓ આઈપીએલની આ સિઝનથી વાપસી કરી રહી છે. આ બંને ટીમોની મેચ અનુક્રમે એમએ ચિદમ્બરમ્‌ સ્ટેડિયમ (ચેન્નઈ) અને સવાઈ માનસિંહ સ્ટેડિમય (જયપુર) ખાતે પણ યોજવામાં આવશે.

Related posts

कोहली सिर्फ जीतना चाहते हैं : हुसैन

editor

છોટાઉદેપુર જિલ્લામાં ખેલમહાકુંભ અંતર્ગત ખત્રી વિદ્યાલયમાં વોલીબોલ સ્પર્ધા યોજાઈ

aapnugujarat

पहले हम धोनी को देख चुके, अब पंड्या ने भी वही खेल दिखाया : लैंगर

editor

Leave a Comment

UA-96247877-1