Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અલ નિનો નહીં નડેઃ વરસાદ ચાલુ રહેશે

ચોમાસાના બાકીના બે મહિનામાં વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે તેમ ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ જણાવ્યું હતું. આ વખતે ખરીફ પાક ઘણો સારો રહેવાની શક્યતા છે અને ગ્રામીણ માંગ પણ ઊંચી રહેશે.પહેલી જૂનથી શરૂ થયેલી ચાર મહિનાની ચોમાસુ સિઝન અત્યાર સુધી દેશના મોટા ભાગના વિસ્તારમાં સામાન્ય રહી છે. માત્ર દક્ષિણનાં કેટલાંક રાજ્યોમાં વરસાદની ઘટ છે. ઉત્તર અને પશ્ચિમ ભારતના અગ્રણી ખેતી આધારિત રાજ્યોમાં સામાન્ય અથવા વધારે વરસાદ પડ્યો છે. જોકે, છેલ્લા ૧૦ દિવસથી વરસાદમાં પ્રમાણમાં ઘટાડો થયો છે.આઇએમડીએ જણાવ્યું કે, જથ્થાત્મક રીતે જોવામાં આવે તો સીઝનના બીજા ભાગમાં દેશભરમાં એલપીએના ૧૦૦ ટકા જેટલો વરસાદ પડવાની શક્યતા છે. તેમાં આઠ ટકા જેટલી ક્ષતિની શક્યતા છે.આ વર્ષના ચોમાસામાં શરૂઆતમાં અલ નિનોની ચિંતા હતી. અલ નિનોના કારણે વિશ્વભરમાં વરસાદની પેટર્ન વેરવિખેર થઈ જતી હતી. પરંતુ આ ખતરો ટળી ગયો હતો અને હવામાન ખાતાએ સામાન્ય ચોમાસુ રહેવાની આગાહી કરી હતી. જૂન મહિનાથી સીઝનલ વરસાદની આગાહીમાં કોઈ ફેરફાર થયો નથી.તેણે જણાવ્યું કે, સમગ્ર દેશમાં જૂનથી સપ્ટેમ્બરનો મોસમનો વરસાદ લોંગ પિરિયડ એવરેજની સરખામણીમાં નોર્મલ (૯૬ ટકાથી ૧૦૪ ટકા) રહેવાની શક્યતા છે જેની જૂનમાં આગાહી કરવામાં આવી હતી. અલ નિનોનું જોખમ ઘટવાના કારણે આઇએમડીએ તેની સીઝનલ વરસાદની આગાહી જૂનમાં અપગ્રેડ કરીને એલપીએના ૯૬ ટકાથી ૯૮ ટકા કરી હતી.હાલમાં વૈશ્વિક અને રાષ્ટ્રીય હવામાન એજન્સીઓએ જણાવ્યું છે કે અલ નિનોથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાને અસર થવાની શક્યતા નથી કારણ કે સમગ્ર વર્ષ દરમિયાન સ્થિતિ ન્યુટ્રલ રહેવાની શક્યતા છે. રાષ્ટ્રીય હવામાન એજન્સીએ મંગળવારે જણાવ્યું હતું કે, ૨૦૧૮ સુધી ન્યુટ્રલ ઇએનએસઓ સ્થિતિ રહેવાની શક્યતા છે જે ૨૦૧૭ના અંત સુધી ૮૦થી ૯૦ ટકાની શક્યતા ધરાવે છે.ઓગસ્ટમાં વરસાદ લોંગ પિરિયડ એવરેજના લગભગ ૯૯ ટકા રહેવાની શક્યતા છે જેમાં ૯ ટકા સુધી વધઘટની સંભાવના છે. સાઉથ વેસ્ટ ચોમાસાના પ્રથમ છ મહિનામાં સામાન્ય કરતાં વધારે વરસાદ નોંધાયો હતો. પરંતુ છેલ્લા એક સપ્તાહમાં દેશમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદમાં ઘટાડો થયો છે.આઇએમડીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ૧૦ ઓગસ્ટથી મધ્ય ભારત અને દક્ષિણના વિસ્તારોમાં વરસાદ ઘટવાની શક્યતા છે.

Related posts

રાફેલ કેસ : વિશેષાધિકાર પર સુપ્રીમનો ચુકાદો અનામત રહ્યો

aapnugujarat

मन की बात में बोले पीएम मोदी, आज के युवा जात-पात से ऊपर उठकर सोचते हैं

aapnugujarat

सोपोर में पुलिस टीम पर हमला करने वाले २ आतंकी ढेर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1